જાણો કયા બોલિવુડ કલાકાર લોકસભા ચૂંટણીમાં રહ્યાં સફળ અને કયા કલાકાર થયા નિષ્ફળ

|

May 24, 2019 | 4:13 AM

આ વખતની લોકસભા ચૂંટણીમાં નેતાઓની સાથે સાથે બોલિવુડ અભિનેતાઓ પણ ચૂંટણી લડી રહ્યાં હતા. જેમાં ઘણાં અભિનેતાઓ સફળ રહ્યાં છે ત્યારે ઘણાં અભિનેતાઓને નિરાશા મળી છે. 1. સન્ની દેઓલ Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-01-2025 કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો […]

જાણો કયા બોલિવુડ કલાકાર લોકસભા ચૂંટણીમાં રહ્યાં સફળ અને કયા કલાકાર થયા નિષ્ફળ

Follow us on

આ વખતની લોકસભા ચૂંટણીમાં નેતાઓની સાથે સાથે બોલિવુડ અભિનેતાઓ પણ ચૂંટણી લડી રહ્યાં હતા. જેમાં ઘણાં અભિનેતાઓ સફળ રહ્યાં છે ત્યારે ઘણાં અભિનેતાઓને નિરાશા મળી છે.

1. સન્ની દેઓલ

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

સન્ની દેઓલ પંજાબની ગુરદાસપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા. તેમને કોંગ્રેસના ઉમેદવાર સુનીલ કુમાર જાખડને 77107 મતોથી હરાવ્યા.

TV9 Gujarati

 

2. હેમા માલિની

હેમા માલિનીએ ગઈ વખતની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ મથૂરા લોકસભા સીટ પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. તેમને ગઠબંધનના ઉમેદવાર નરેન્દ્ર સિંહને 2,93,471 મતોથી હરાવ્યા હતા.

3. રાજ બબ્બર

રાજ બબ્બર ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે અને આ વખતે તેઓ આગ્રાની ફતેહપુર સીકરી સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં હતા. રાજ બબ્બરને ભાજપના ઉમેદવાર રાજકુમાર ચાહરે 4,95,065 મતોથી હરાવ્યા છે.

આ પણ વાંચો: મોદી સરકારની આ 10 મોટી યોજનાઓથી ભાજપને ફરીથી સત્તામાં આવવા માટે મળી સફળતા

4. ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકરે તાજેત્તરમાં જ કોંગ્રેસમાં જોડાયા હતા. તે મુંબઈ ઉત્તરની સીટ પરથી લડયા હતા. ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીએ તેમને 4,65,627 મતોથી હરાવ્યા.

5. કિરણ ખેર

ચંદીગઢથી ગઈ લોકસભા ચૂંટણમાં સાંસદ રહી ચૂકેલા કિરણ ખેરે કોંગ્રેસના સિનીયર લીડર પવન કુમાર બંસલને 46,970 મતોથી હરાવ્યા.

6. જયાપ્રદા

જયાપ્રદાએ ભાજપ તરફથી રામપુરથી ચૂંટણી લડી હતી. તેમની સામે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાન અને કોંગ્રેસના ઉમેદવાર સંજય કપૂર લડી રહ્યાં હતા. આઝમ ખાને જયા પ્રદાને 1,09,997 મતોથી હરાવ્યા.

7. મુનમુન સેન

બંગાળી અભિનેત્રી મુનમુન સેને આ વખતે TMCની ટિકીટ પર આસનસોલથી ચૂંટણી લડયા હતા. તેમની સામે ભાજપ નેતા બાબૂલ સુપ્રિયો લડી રહ્યાં હતા. તેમને મુનમુન સેનને 2 લાખ મતોથી હરાવ્યા.

8. શત્રુધ્ન સિન્હા

પટના સાહિબ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા શત્રુધ્ન સિન્હાને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે 3 લાખ મતોથી હરાવ્યા.

9. પ્રકાશ રાજ

સાઉથ અને બોલિવુડ ફિલ્મોના જાણીતા કલાકાર પ્રકાશ રાજ બેંગલુરૂ સેન્ટ્રલ લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા હતા. તેમની 5,73,947 મતોથી હાર થઈ.

10. રવિ કિશન

ભોજપુરી એક્ટર રવિ કિશન ભાજપની ટિકીટ પર ગોરખ પુર લોકસભા સીટથી ઉમેદવાર હતા. તેમની સામે કોંગ્રેસ નેતા મધુસુદન ત્રિપાઠી હતા. રવિકિશને 3,01,664 મતોથી વિજય મેળવ્યો.

11.નુસરત જહાં

અભિનેત્રી અને મોડલ નુસરત જહાં આ વખતે TMCની ટિકીટ પર બશીરહાટ લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યાં હતા. તેમને ભાજપના શાયંતન બસુને 3.5 લાખ મતોથી હરાવ્યા.

12. મિમી ચક્રવર્તી

અભિનેત્રી મિમી ચક્રવર્તી TMCની ટિકીટ પર જાધવપુર લોકસભા સીટ પર ચૂંટણી લડી રહ્યાં હતા. તેમને ભાજપના ઉમેદવાર અનુપમ હાજરાને હરાવ્યા.

13. સુમાલથા

કર્ણાટકના માંડયાથી ઉભા રહેલા મુખ્યમંત્રી HD કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી અપક્ષ ઉમેદવાર સુમાલથા સામે ચૂંટણી હારી ગયા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article