કેવી હોય છે વડાપ્રધાનની સુરક્ષા ? જાણો શું હોય છે તેનો પ્રોટોકોલ

|

Jan 05, 2022 | 5:27 PM

Prime Minister security protocol પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ રહી જવા પામી છે. ત્યાર બાદ વડાપ્રધાને તેમનો પોતાનો સત્તાવાર કાર્યક્રમ કેન્સલ કરીને પરત ફર્યા હતા. અહીં જાણો શું છે પીએમની સુરક્ષાનો પ્રોટોકોલ.

કેવી હોય છે વડાપ્રધાનની સુરક્ષા ? જાણો શું હોય છે તેનો પ્રોટોકોલ
PM's security convoy

Follow us on

પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) સુરક્ષામાં મોટી ખામી જોવા મળી છે. મોદી ફિરોઝપુરમાં (Ferozepur) વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ કરવા પંજાબ પહોંચ્યા હતા. વિરોધના કારણે પીએમ મોદી ફિરોઝપુરના ફ્લાયઓવર ( Ferozepur Flyover) પર 15થી 20 મિનિટ સુધી અટવાયેલા રહ્યાં હતા. ગૃહ મંત્રાલયે તેને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી હતી. વડાપ્રધાન મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન ગંભીર સુરક્ષા ભંગ બાદ ભટિંડા એરપોર્ટ પર પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.

ગૃહ મંત્રાલયે કહ્યું કે પંજાબ સરકારને પીએમના કાર્યક્રમ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પંજાબ સરકારે પ્લાન બી તૈયાર રાખવો જોઈતો હતો. રસ્તા પર વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી ન હતી. પ્રોટોકોલ મુજબ, સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા તેમજ આકસ્મિક યોજના તૈયાર રાખવાની હતી.

SPG PMને સુરક્ષા પૂરી પાડે છે

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આવી સ્થિતિમાં સવાલ એ છે કે વડાપ્રધાનની સુરક્ષાનો પ્રોટોકોલ શું છે. PM મોદી જ્યારે પણ ક્યાંક પણ જાય છે ત્યારે તેમના રૂટને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે અને PMની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે. ભારતના વડા પ્રધાનની સુરક્ષા કોઈપણ દેશના અન્ય વડાઓ જેટલી જ ચુસ્ત હોય છે. SPG એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ ભારતના વડાપ્રધાનને 24 કલાક સુરક્ષા પ્રદાન કરવા માટે જવાબદાર છે. વડાપ્રધાન જ્યાં પણ જાય છે ત્યાં દરેક જગ્યા પર SPG તૈનાત હોય છે. તેમા શાર્પ શૂટર્સ પણ હોય છે જેઓ એક જ સેકન્ડમાં આતંકીઓને ઠાર કરવામાં સક્ષમ છે. SPGના આ જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની માર્ગદર્શિકા અનુસાર તાલીમ આપવામાં આવે છે. SPG જવાનો પાસે MNF-2000 એસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17M રિવોલ્વર જેવા આધુનિક હથિયારો છે.

પોલીસની પણ ભૂમિકા છે

વડાપ્રધાનની સુરક્ષામાં SPG ઉપરાંત સ્થાનિક પોલીસ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાનના સ્થાનિક કાર્યક્રમોમાં એસપીજીના વડા પોતે હાજર રહે છે. જો કોઈ કારણસર ચીફ ગેરહાજર હોય, તો સુરક્ષા વ્યવસ્થા ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન સભામાં હાજરી આપવા માટે તેમના નિવાસસ્થાનથી બહાર આવે છે, ત્યારે સમગ્ર રૂટનો એક તરફનો ટ્રાફિક 10 મિનિટ માટે બંધ કરી દેવામાં આવે છે. દરમિયાન, બે પોલીસ વાહનો સાયરન વગાડીને માર્ગ પર પેટ્રોલિંગ કરે છે. જે સુનિશ્ચિત કરવામાં આવે છે કે વડાપ્રધાન જે માર્ગ પરથી પસાર થવાના છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

પીએમ એનએસજી કમાન્ડોથી ઘેરાયેલા હોય છે

વડાપ્રધાનના કાફલામાં 2 બખ્તરબંધ BMW 7 સિરીઝની સેડાન, 6 BMW X5s અને એક મર્સિડીઝ બેન્ઝ એમ્બ્યુલન્સ સાથે ડઝનથી વધુ વાહનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટાટા સફારી જામર પણ કાફલાની સાથે હોય. છે. વડાપ્રધાનના કાફલાની આગળ અને પાછળ પોલીસ સુરક્ષા કર્મચારીઓના વાહનો હોય છે. ડાબી અને જમણી બાજુએ વધુ બે વાહનો પણ ચાલતા હોય છે અને વચ્ચે વડા પ્રધાનનું બુલેટપ્રૂફ વાહન હોય છે. હુમલાખોરોને ગેરમાર્ગે દોરવા માટે, કાફલામાં વડાપ્રધાનના વાહનની સમાન બે ડમી કારનો સમાવેશ થાય છે.

જામર વાળા વાહનના બોનેટ પર અનેક એન્ટેના હોય છે. આ એન્ટેના 100 મીટરના અંતર સુધી રોડની બંને બાજુએ મૂકવામાં આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવામાં સક્ષમ છે. આ તમામ કાર પર NSGના પ્રિસિઝન શૂટર્સનો કબજો હોય છે. મતલબ કે સુરક્ષાના હેતુથી વડાપ્રધાનની સાથે લગભગ 100 લોકોની ટીમનો સમાવેશ થાય છે. વડાપ્રધાન જ્યારે પણ જ્યા પણ જાય છે ત્યારે પણ તેઓ યુનિફોર્મ તેમજ સિવિલ ડ્રેસમાં NSG કમાન્ડોથી ઘેરાયેલા હોય છે.

VIP રૂટનો પ્રોટોકોલ શું હોય છે ?

હંમેશા ઓછામાં ઓછા બે રૂટ નિશ્ચિત રાખવામાં આવે છે
પહેલા કોઈને રસ્તાની ખબર નથી હોતી
SPG છેલ્લી ઘડીએ બે પૈકી કોઈ એક રૂટ નક્કી કરે છે
SPG રૂટ ગમે ત્યારે બદલી શકે છે
એસપીજી અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન હોય છે
રાજ્ય પોલીસ પાસેથી રૂટ ક્લિયરન્સ માંગવામાં આવે છે
આખો માર્ગ અગાઉથી જ સુરક્ષિત કરી દેવામાં આવે છે

આ પણ વાંચોઃ

તમારા CMને આભાર કહેજો, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવિત પરત ફર્યોઃ મોદી

આ પણ વાંચોઃ

Punjab : પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક, ફિરોઝપુરના એસએસપી સસ્પેન્ડ

Next Article