એક વોટની હારજીત કે જેણે રાજસ્થાન અને કર્ણાટકમાં બાજી પલટી નાખી હતી

|

Dec 03, 2023 | 11:02 AM

પરિણામ આવ્યા પછી જીત અને હારના એવા કેટલાક કિસ્સા સામે આવે છે, જ્યાં ઉમેદવારો મતોના રેકોર્ડ માર્જિનથી ચૂંટણી જીતે છે. તો કેટલાક એવા પણ કિસ્સા હોય છે જેમાં એક મત નેતાઓનું ભવિષ્ય નક્કી કરી છે. ઇતિહાસમાં ઘણા આવા કિસ્સા નોંધાયેલા છે.

એક વોટની હારજીત કે જેણે રાજસ્થાન અને કર્ણાટકમાં બાજી પલટી નાખી હતી

Follow us on

ઘણા લોકો એક વોટની કિંમત ખૂબ જ સામાન્ય માનતા હોય છે. ઘણા લોકો ચૂંટણીમાં વોટ નાખવા જ જતા નથી. જો કે દેશમાં સમયાંતરે યોજાતી ચૂંટણીઓમાં એક એક મતની કિંમત અમૂલ્ય હોય છે. એવા ઘણા ઉદાહરણ છે કે જે ચૂંટણીમાં એક વોટ સમગ્ર પરિસ્થિતિ બદલી નાખે છે. રાજસ્થાન અને કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણીના એવા ઉદાહરણ છે, કે જેમાં એક વોટના કારણે ખૂબ જ જાણીતા નેતાઓ હારી ગયા હતા.

ભારતમાં પાંચ રાજ્યોમાં મતદાન થઇ ગયુ છે. આજે વહેલી સવારથી જ મતગણતરી શરુ કરી દેવામાં આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં આજે ચૂંટણી પરિણામો આવી જશે. પરિણામ આવ્યા પછી જીત અને હારના એવા કેટલાક કિસ્સા સામે આવે છે, જ્યાં ઉમેદવારો મતોના રેકોર્ડ માર્જિનથી ચૂંટણી જીતે છે. તો કેટલાક એવા પણ કિસ્સા હોય છે જેમાં એક મત નેતાઓનું ભવિષ્ય નક્કી કરી છે. ઇતિહાસમાં ઘણા આવા કિસ્સા નોંધાયેલા છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 1 વોટથી જીત મેળવી હતી

રાજસ્થાનના રાજકારણના ઇતિહાસમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.રાજસ્થાનની નાથદ્વારા બેઠક ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવે છે. 2008માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર રોમાંચક મુકાબલો થયો હતો.2008માં સીપી જોશી રાજસ્થાનની નાથદ્વારા સીટ પરથી વિધાનસભા ચૂંટણીમાં 1 મતથી હારી ગયા હતા.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

માત્ર એક વોટથી બેઠક ગુમાવવી પડી

2008માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનની નાથદ્વારા બેઠક પર ભાજપના કલ્યાણ સિંહ અને કોંગ્રેસના સીપી જોશી મેદાનમાં હતા. સીપી જોશીની આ પરંપરાગત બેઠક હતી. તેઓ આ બેઠક પર વર્ષ 1980, 1985, 1998 અને 2003માં ચાર વખત ચૂંટણી જીત્યા હતા.જો કે મતગણતરી પૂર્ણ થઈ ત્યારે ભાજપના કલ્યાણ સિંહનો વિજય થયો હતો. ચર્ચા તેમની જીત કરતાં માર્જિન વિશેને હતી. આ ચૂંટણીમાં કલ્યાણ સિંહને 62,216 વોટ મળ્યા હતા. જ્યારે સીપી જોશીને માત્ર એક મત ઓછો એટલે કે 62,215 વોટ મળ્યા હતા. એટલે કે કોંગ્રેસના સીપી જોશી માત્ર 1 મતથી હારી ગયા હતા.

ખાસ વાત એ છે કે સીપી જોશી મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા. જો કોંગ્રેસ આ ચૂંટણી જીતે તો તેઓ મુખ્યમંત્રી બનશે તે લગભગ નિશ્ચિત હતું. પરંતુ એક મતે રાજસ્થાનની રાજનીતિ બદલી નાખી. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતી હતી પરંતુ સીપી જોશી મુખ્યમંત્રી પદની રેસમાંથી બહાર હતા.

આવો પહેલો કિસ્સો 2004માં કર્ણાટકમાં સામે આવ્યો હતો

વર્ષ 2004ની કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં એક વોટે બાજી પલટી દીધી હતી. કર્ણાટકના સંતેમરાહલ્લી મતવિસ્તારમાં બે મુખ્ય દાવેદારો જનતા દળ સેક્યુલરના એઆર કૃષ્ણમૂર્તિ અને કોંગ્રેસના ધ્રુવ નારાયણ હતા. અહીં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું. જો કે પરિણામોમાં કૃષ્ણમૂર્તિને 40 હજાર 751 વોટ મળ્યા, જ્યારે સામે હરીફ ધ્રુવનારાયણને 40 હજાર 752 વોટ મળ્યા. માત્ર 1 વોટથી કોંગ્રેસના ધ્રુવ નારાયણ જીતી ગયા હતા.તો એઆર કૃષ્ણમૂર્તિ વિધાનસભા ચૂંટણીમાં 1 વોટથી હારનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

આ પણ વાંચો- છત્તીસગઢ ચૂંટણી પરિણામ 2023 : આ 15 બેઠકોના પરિણામ પર રહેશે સૌની ખાસ નજર, કાકા-ભત્રીજા વચ્ચે યુદ્ધ, કેન્દ્રીય મંત્રી-સાંસદ પર પણ નજર

મતદાન બાદ ઘણા રાજ્યોમાં આવા કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં ઉમેદવારોના નામે અલગ-અલગ પ્રકારના રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. તો ક્યાંક એક જ બેઠક પર બે ઉમેદવારોને સમાન સંખ્યામાં મત મળ્યા હતા. ચૂંટણી પંચે લોટરી અને ટોસ દ્વારા આ સમસ્યાનો ઉકેલ મેળવ્યો હતો. જો કે આવા મામલામાં ભારે ચર્ચા જાગી હતી. હવે 3 ડિસેમ્બર એટલે કે આજની મતગણતરી દરમિયાન રેકોર્ડ બની શકે છે અથવા તૂટી પણ શકે છે.

Published On - 10:18 am, Sun, 3 December 23

Next Article