દેશભરમાં આધાર કાર્ડ (Aadhaar Card) જાહેર કરનાર સરકારી વિભાગ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (UIDAI)જુલાઈ 2017માં લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને mAadhaar મોબાઈલ એપ લોન્ચ કરી હતી. mAadhaar એપ કોઈ સામાન્ય એપ નથી, પરંતુ વર્તમાન સમયને જોતા તે ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી એપ છે. આ એપમાં એક-બે નહીં પણ અનેક ફાયદા છે.
આજે અમે તમને mAadhaar મોબાઈલ એપની ખાસ વિશેષતાઓ અને ફાયદાઓ વિશે જણાવીશું, mAadhaar ના તમામ ફીચર્સ જાણતા પહેલા તમારે એ પણ જાણી લેવું જોઈએ કે આ એપમાં તમે તમારી સાથે પરિવારના વધુ 4 સભ્યોની આધાર પ્રોફાઈલ સેવ કરી શકો છો, જેનો ઉપયોગ આખા દેશમાં કોઈપણ સમયે થઈ શકે છે. mAadhaar મોબાઈલ એપ દેશભરમાં માન્ય છે.
mAadhaar મોબાઈલ એપમાં 5 લોકો સુધીની આધાર પ્રોફાઈલ સેવ કરી શકાય છે. આ સિવાય UIDAI આ એપ દ્વારા તમામ સ્માર્ટફોન યુઝર્સને મોટી સુવિધાઓ પૂરી પાડે છે, જેની મદદથી તમે ગમે ત્યાં અને ગમે ત્યારે આધાર સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરી શકો છો.
1. તમે mAadhaar દ્વારા તમારું આધાર કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
2. mAadhaarમાં સેવ કરેલા તમારા અને તમારા પરિવારના સભ્યોના આધાર કાર્ડ દેશભરમાં જ્યાં જરૂર હોય ત્યાં તમારા કામ માટે બતાવી અને જોઈ શકાય છે.
3. તમે mAadhaar દ્વારા સરળતાથી તમારું સરનામું અપડેટ કરી શકો છો.
4. mAadhaarમાં તમે તમારા અને વધુ 4 પરિવારના સભ્યોના ઓનલાઈન આધાર કાર્ડ સેવ કરી શકો છો.
5. તમે એપ દ્વારા તમારા આધાર અને બાયોમેટ્રિક્સને લોક અને અનલોક પણ કરી શકો છો.
6. mAadhaar એપની મદદથી તમે ઑફલાઈન આધાર SMS સેવાઓનો લાભ લઈ શકો છો.
7. mAadhaar એપ દ્વારા તમે તમારા આધાર સંબંધિત કામનું સ્ટેટસ જાણી શકો છો જેમ કે નવા કાર્ડ માટે અરજી કરવી, રિપ્રિન્ટ ઓર્ડર, આધાર કાર્ડ અપડેટ સ્ટેટસ.
8. એપની મદદથી તમે તમારા આધારમાં થયેલા અપડેટ્સ અને ઓથેન્ટિકેશનના તમામ રેકોર્ડને ટ્રેક કરી શકો છો.
9. તમે આધાર સેવા કેન્દ્રમાં તમારી એપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો.
10. આધાર કાર્ડમાં ફેરફાર કર્યા પછી તમે સેવ કરેલા કાર્ડને ઓનલાઈન પણ અપડેટ કરી શકો છો.
11. mAadhaar એપની મદદથી તમે તમારા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર અને આધાર સેવા કેન્દ્ર વિશે માહિતી મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે mAadhaar પર 35થી વધુ મહત્વપૂર્ણ કામ કરી શકાય છે. mAadhaar મોબાઈલ એપની મદદથી તમારે જરૂર પડ્યે વારંવાર આધાર કેન્દ્ર અથવા CSCની મુલાકાત લેવાની પણ જરૂર નથી. આ જ કારણ છે કે હાલમાં તમારા આધાર કાર્ડ કરતાં mAadhaar મોબાઈલ એપ વધુ મહત્વની બની ગઈ છે.
આ પણ વાંચો : Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો