વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સવારે 11 વાગે વડાપ્રધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) દરમિયાન કરવામાં આવશે. PM મોદી રાજધાની દિલ્હીના તીન મૂર્તિ ભવન સંકુલમાં દેશના વડાપ્રધાનોને સમર્પિત નવા બનેલા મ્યુઝિયમ (Pradhanmantri Sangrahalaya)નું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ ભારતના દરેક વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ છે. સ્વતંત્રતા પછીના વડાપ્રધાનોના જીવન અને યોગદાન દ્વારા લખાયેલી ભારતની ગાથાનું વર્ણન કરે છે.
At 11 AM tomorrow, 14th April, the Pradhanmantri Sangrahalaya will be inaugurated which will showcase the contributions of all our PMs. This programme is taking place when India is marking Azadi Ka Amrit Mahotsav. I would urge everyone to visit the museum.https://t.co/fCSCnuqOnX
— Narendra Modi (@narendramodi) April 13, 2022
સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના 14 ભૂતપૂર્વ વડાપ્રધાનોની ગેલેરીને તેમના કાર્યકાળ અનુસાર યોગ્ય રીતે સ્થાન આપવામાં આવ્યુ છે. મ્યુઝિયમ બિલ્ડિંગની ડિઝાઈન ઉભરતા ભારતની વાર્તાથી પ્રેરિત છે, જે તેના નેતાઓના હાથથી ઘડવામાં આવી છે. ડિઝાઈનમાં ટકાઉ અને ઉર્જા સંરક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 271 કરોડના ખર્ચે બનેલા આ મ્યુઝિયમને 2018માં મંજૂરી આપવામાં આવી હતી.
તીન મૂર્તિ ભવનમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીની બાજુમાં 10,000 ચોરસ મીટરના મ્યુઝિયમમાં ભૂતપૂર્વ પીએમને લગતા દુર્લભ ફોટોગ્રાફ્સ, ભાષણો, વીડિયો ક્લિપ્સ, અખબારો, ઈન્ટરવ્યુ અને અસલ લખાણો જેવા પ્રદર્શન થશે. આ મ્યુઝિયમમાં પૂર્વ વડાપ્રધાનોની માહિતી અને સૂચના માટે સરકારી સંસ્થાઓ દૂરદર્શન, ફિલ્મ વિભાગ, સંસદ ટીવી, સંરક્ષણ મંત્રાલય, મીડિયા હાઉસ, પ્રિન્ટ મીડિયા, વિદેશી સમાચાર એજન્સીઓ, વિદેશ મંત્રાલયના સંગ્રહાલયોની પણ મદદ લેવામાં આવી છે.
તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નેહરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય લીધો હતો. હવે તે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની યાદો સાચવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતિનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
નિવેદન મુજબ આ મ્યુઝિયમ આઝાદી પછી દેશના દરેક વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ છે, તેમના કાર્યકાળને ધ્યાનમાં લીધા વિના અને તેમની વિચારધારા ગમે તે હોય. પીએમઓએ જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ યુવા પેઢીને આપણા તમામ વડાપ્રધાનોના નેતૃત્વ, વિઝન અને સિદ્ધિઓ વિશે સંવેદનશીલ અને પ્રેરણા આપવાનો છે. મ્યુઝિયમમાં જૂના અને નવાનું અભેદ મિશ્રણ છે. તત્કાલીન તીન મૂર્તિ ભવનને બ્લોક વન તરીકે અને નવનિર્મિત ઈમારતને બ્લોક ટુ તરીકે વિકસાવવામાં આવી છે. બંને બ્લોકનું કુલ ક્ષેત્રફળ 15,600 ચોરસ મીટર છે. પીએમઓએ કહ્યું કે મ્યુઝિયમનું નિર્માણ ઉભરતા ભારતની વાર્તા અને તેના નેતાઓ દ્વારા તેને આપવામાં આવેલા આકારથી પ્રેરિત છે. તેની ડિઝાઈનમાં ટકાઉ અને ઉર્જા સંરક્ષણ પ્રથાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચો: Covid 19: દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી 1000થી વધુ લોકો સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા 11,000ને પાર પહોંચી
આ પણ વાંચો: આંધ્રપ્રદેશ : ગેસ લીક થવાથી ભીષણ આગ, 6 લોકોના મોત, CM મોહન રેડ્ડીએ 25 લાખના વળતરની કરી જાહેરાત