Kisan Maha Panchayat: હવે ઉત્તર પ્રદેશ કૈરાનામાં 12 ડિસેમ્બરે રાકેશ ટિકૈત ભરશે કિસાન મહાપંચાયત, 2022ની ચૂંટણી પર થઈ શકે છે વાત

|

Dec 11, 2021 | 9:29 PM

રાકેશ ટિકૈત દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોરનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. વાસ્તવમાં કોરિડોર કિસાન સંઘર્ષ સમિતિના અધિકારીઓ મહાપંચાયતને લઈને ગામે-ગામ બેઠકો પણ યોજી રહ્યા છે.

Kisan Maha Panchayat: હવે ઉત્તર પ્રદેશ કૈરાનામાં 12 ડિસેમ્બરે રાકેશ ટિકૈત ભરશે કિસાન મહાપંચાયત, 2022ની ચૂંટણી પર થઈ શકે છે વાત
Rakesh-Tikait (File Photo)

Follow us on

Kisan Maha Panchayat: ખેડૂતોના આંદોલન (Farmers Protest)ના અંતની જાહેરાત બાદ દિલ્હીની સરહદ પરના ખેડૂતો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) હજુ પાછા ફરવાના મૂડમાં નથી. જણાવવામાં આવી રહ્યું છે કે 12 ડિસેમ્બરે યુપીના કૈરાના (Kairana) માં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે.

ભારતીય કિસાન યુનિયનના કાર્યકરો દ્વારા સ્થળ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યુપીનું કૈરાના એ જ વિસ્તાર છે, જ્યાં એક સમયે સ્થળાંતરનો મુદ્દો ગરમાયો હતો. હાલમાં જ યુપીના સીએમ યોગી (CM Yogi) પણ કૈરાના પહોંચ્યા હતા.

બધાની નજર કૈરાનામાં યોજાઈ રહેલી મહાપંચાયત પર છે. કૃષિ કાયદા (Farm Laws) અને અન્ય માંગણીઓ પર સહમતિ સાધવામાં આવ્યા બાદ આ પ્રથમ મહાપંચાયત છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટિકૈત યુપી વિધાનસભા ચૂંટણી (UP Election 2022) પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. રાકેશ ટિકૈત વિવિધ પંચાયત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેમણે ભાજપને હરાવવા માટે બીડું ઝડપ્યું હોય. ભલે તેમણે કોઈપણ પક્ષને સમર્થન ન આપ્યું, પરંતુ દરેક વખતે ભાજપનો વિરોધ કર્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાકેશ ટિકૈતે કહ્યું – તમામ કૈરાનામાં હાજરી આપે
ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે પણ ખેડૂતોને શનિવારે કૈરાના આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આવતીકાલે હું કૈરાના બાયપાસ પાણીપત રોડ, કૈરાના ખાતે આયોજિત કિસાન મહાપંચાયતમાં હાજર રહીશ. આ પહેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતો પોતપોતાના ઘરે જઈ રહ્યા છે, પરંતુ અમે 15 ડિસેમ્બરે ઘરે જઈશું, કારણ કે દેશમાં હજારો ધરણાં ચાલી રહ્યા છે, અમે પહેલા તેમને ખતમ કરીને ઘરે પાછા મોકલીશું.

સંઘર્ષ સમિતિ પણ લાગી તૈયારીમાં
રાકેશ ટિકૈત દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોરનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. વાસ્તવમાં કોરિડોર કિસાન સંઘર્ષ સમિતિના અધિકારીઓ મહાપંચાયતને લઈને ગામે-ગામ બેઠકો પણ યોજી રહ્યા છે. સમિતિના સચિવ ચૌધરી વિદેશ મલિકે જણાવ્યું હતું કે કોરિડોર માટે 20 થી વધુ ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, પરંતુ ઘણા વર્ષોથી સર્કલ રેટમાં વધારો થયો નથી. જેના કારણે ખેડૂતોનું વળતર ઘણું ઓછું થઈ જાય છે.

તાજેતરમાં, સમિતિના પદાધિકારીઓ BKU ના રાષ્ટ્રીય અધ્યક્ષ, નરેશ ટિકૈત અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને મળ્યા હતા. રાકેશ ટિકૈત 12મી ડિસેમ્બરની મહાપંચાયતમાં પણ અમારી સમસ્યાને મુખ્ય રીતે ઉઠાવશે.

 

આ પણ વાંચો: Ajab Gajab News: 100 વર્ષોથી ખાલી પડ્યું છે આ ઘર, જાણો શા માટે નથી જતું અહી કોઈ રહેવા ?

આ પણ વાંચો: ‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત

Next Article