કેરળ હાઈકોર્ટે (Kerala High Court) મંગળવારે વેક્સીન સર્ટિફિકેટમાંથી (Covid-19 Vaccination Certificates) પીએમ નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. એટલું જ નહીં, કોર્ટે અરજીકર્તા પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અરજદારે હાઈકોર્ટને કહ્યું હતું કે રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની (PM Narendra Modi) તસવીર હોવી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. કેરળ હાઈકોર્ટે અરજીને ફગાવી દેતા કહ્યું કે અરજદારની અપીલ ‘વ્યર્થ’, ‘રાજકીય રીતે પ્રેરિત’ અને પ્રચાર હિતની અરજી’ છે.
જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને અરજદાર પીટર માયાલીપરમ્પિલને કેરળ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસે છ સપ્તાહની અંદર દંડ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે નિયત સમયગાળામાં દંડની ચુકવણી ન કરવાના કિસ્સામાં, KLSA અરજદારની મિલકતમાંથી તેની સામે મહેસૂલ વસૂલાતની કાર્યવાહી શરૂ કરીને રકમ વસૂલ કરશે.
Kerala High Court dismisses a petition challenging the photograph of PM Narendra Modi affixed on the COVID-19 vaccination certificates; imposes a fine of Rs 1 Lakh to be paid by the petitioner to the Kerala Legal Services Authority within 6 weeks. pic.twitter.com/NqNfI3g8Ql
— ANI (@ANI) December 21, 2021
આવી વ્યર્થ દલીલો ન્યાયિક સમયનો બગાડ કરે છે – કોર્ટ
કોર્ટે કહ્યું કે આ દંડ લોકો અને સમાજને જણાવવા માટે લગાવવામાં આવી રહ્યો છે કે આવી વ્યર્થ દલીલો જે ન્યાયિક સમયનો બગાડ કરે છે તે કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. કોર્ટે એ પણ નોંધ્યું છે કે અરજદારે વડાપ્રધાનના ફોટા અને રસીકરણ પ્રમાણપત્ર પરના મેસેજ પર જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે તેવું કરવાની દેશના કોઈપણ નાગરિક પાસે અપેક્ષા નથી.
પીએમ પર કેમ શરમ આવે છે ?
અગાઉ કેરળ હાઈકોર્ટે આ અરજીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને અરજીકર્તાને કહ્યું, તે (મોદી) આપણા વડાપ્રધાન છે અને અન્ય કોઈ દેશના નથી. તેઓ જનાદેશ સાથે સત્તામાં આવ્યા હતા. માત્ર તમારા રાજકીય મતભેદો હોવાને કારણે તમે તેને પડકારી શકતા નથી. શા માટે આપણે આપણા પીએમ માટે શરમ અનુભવીએ છીએ? જો 100 કરોડ લોકોને તેનાથી કોઈ સમસ્યા નથી, તો તમને શા માટે? તમે ન્યાયિક સમય બગાડો છો.
આ પણ વાંચો : ભારતમાં ઓમિક્રોનના કેસની બેવડી સદી, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ, જુઓ કયા રાજ્યમાં કેટલા કેસ