
તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપરંકુંદ3મ પહાડી પર શનિવારે દીપદાની પર કાર્તિગઈ દીપમને પ્રગટાવવામાં આવ્યો. પરંપરા અનુસાર અહીં કાર્તિકી પૂનમના દિવસે પથ્થરના સ્તંભ પર દીપ પ્રગટાવવાની પરંપરા છે પરંતુ બાજુમાં આવેલી દરગાહને ધ્યાને રાખી અહીં દીપ પ્રગટાવવા પર પ્રશાસન દ્વારા રોક લગાવવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે 50 શ્રદ્ધાળુઓે સ્તંભ પર કાર્તિગઈ દીપમ પ્રગટાવ્યો, આ દૃશ્ય જોઈને ત્યાં જમા થયેલા તમામ શ્રદ્ધાળુઓ ભાવુક થયા હતા. આ દિવ્ય પળોની આતિશબાજી કરીને ઉજવણી પણ કરવામાં આવી છે.
તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપરંકુન્દ્રમ પહાડી પર શનિવારે સાંજે 5 કલાકે કાર્તિગઈ દીપક પ્રગટાવવામાં આવ્યો. પહાડ પર બનેલા પથ્થરના સ્તંભ એટલે કે દીપથૂન પર દીપ પ્રગટાવવાની આ વિધિ સાંજે 5 વાગ્યે સંપન્ન થઈ હતી. ચાર દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના આદેશ છતા પ્રશાસન દ્વારા અહીં દીપ પ્રગટાવવા દેવાની છૂટ આપવામાં આવી ન હતી. જે બાદ વિવાદ વધ્યો હતો.
શનિવારે દીપ પ્રગટાવવા માટે માત્ર 50 શ્રદ્ધાળુઓને પહાડ પર જવાની છૂટ આપવામાં આવી હતી. સવારથી જ પહાડની નીચે મોટી સંખ્યામાં લોકો જમા થવા લાગ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓ તેમની સાથે દીપ લઈને પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા મંદિરનું કામકાજ સંભાળવા માટે નિયુક્ત મદ્રાસ હાઈકોર્ટના નિવૃત જજ એસ વૈધનાથન અને વી પાર્થિબન શનિવારે ચેન્નાઈથી મદુરાઈ પહોંચ્યા. બંને જજ પારંપારિક સંગીત સાથે માટીના દીપક, વાટ અને ઘી લઈને પહાડ પર પહોંચ્યા હતા. તેમણે આ સામગ્રી મંદિર પ્રશાસનને સોંપી હતી.
મંદિરમાં પૂજા બાદ જજોએ તાંબાનના વિશેષ પાત્ર પૂજારીઓને આપ્યા હતા. જેને ‘કોપ્પરઈ’ કહેવામાં આવે છે. પથ્થરના સ્તંભ ઉપર આ પાત્રને રાખવા માટે એક કામચલાઉ મંચ અને માંચડા જેવુ પણ તૈયાર કરવામાં આવ્યુ હતુ.
દીપ પ્રગટાવવા માટે અંદાજિત 30 ગ્રામ ઘી, 50 મીટર લાંબા સૂતરના કાપડની વાટ, 5 કિલો કપૂરની વ્યવસ્થા કરવામાં આવી હતી. અધિકારીઓ અને પૂજારીઓ સાથે વાતચીત બાદ જસ્ટિસ વૈઘનાથે સાંજે 5 કલાકે દીપ પ્રગટાવવાનો સમય નક્કી કર્યો હતો. મદુરાઈના જિલ્લા કલેક્ટર નિશાંત કૃષ્ણ, પોલીસ અધિકારી અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના પ્રતિનનિધિ પણ આ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.
શનિવારે સવારે CRPF ની એક કંપની એ રેપિડ એક્શન ફોર્સના જવાનો સાથે પહાડોની સુરક્ષા સંભાળી હતી. પોલીસે પહાડોની નીચે અને સ્તંભ સુધી જનારા રસ્તા પર બેરિકેડિંગ કર્યુ હતુ. પહાડો પર ભીડ એકત્ર થવાને કારણે ભાજપના કાર્યકર્તાઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે રકઝકના દૃશ્યો પણ સામે આવ્યા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યુ કે આ સ્થળ પર મેડિકલની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રખાઈ હતી. વીડિયોમાં સ્થાનિક લોકો અને હિંદુ શ્રદ્ધાળુઓએ CRPF ના જવાનો અને તેમના વાહનો પર ફુલ વરસાવતા પણ જોવા મળ્યા હતા.
થિરુપરનકુંદ્રમ પહાડી પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પવિત્ર દીપમ પ્રગટાવવામાં આવ્યો. દીપક પ્રગટતા જ ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ખુશીથી ઝુમવા લાગ્યા. અનેક શ્રદ્ધાળુઓ ભાવુક પણ થયા. આ દરમિયાન લોકોએ પવિત્ર દીપમ પ્રગટવાની ખુશી પણ વ્યક્ત કરી અને આ ક્ષણને તેમની આસ્થા સાથે જોડાયેલી ખાસ પળ ગણાવી.
પહાડી પર દીપ પ્રગટાવવાની વિધિ દરમિયાન બાજુમાં જ આવેલી હજરત સુલ્તાન સિકંદર બદુશા ઓલિયાની દરગાહને પણ ખુલ્લી રાખવામાં આવી. આ દરમિયાન દરગાહમાં જાયરીનોની અવજવર પણ શરૂ રહી. લોકોએ ત્યાં પહોંચી ઈબાદત કરી. તો બાજુની પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાની વિધિ પણ સંપન્ન થઈ.
‘દીપમ’ વિવાદ વચ્ચે, પહાડીની સુરક્ષાનો હવાલો સંભાળવા પહોંચેલા CRPF જવાનોનું હિન્દુ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહેવાસીઓએ ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું. જવાનો અને તેમના વાહનો પર પણ ફૂલો વરસાવવામાં આવ્યા. CRPFની સાથે રેપિડ એક્શન ફોર્સ (RAF)ની ટુકડીઓને પણ તૈનાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પહાડીની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ફોર્સને સોંપી છે. કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યો છે કે મુસ્લિમ શ્રદ્ધાળુઓને દરગાહ અને મસ્જિદમાં નમાઝ અદા કરતા રોકવા જોઈએ નહીં. સુરક્ષા દળોએ પહાડી પર જતા માર્ગો પર તપાસ અને દેખરેખ વધારી દીધી છે.
થિરુપરનકુંદ્રમ દીપમ વિવાદ ને લઈને 13 સદસ્યોની સમિતિ બનાવવામાં આવી છે. જેમા હાઈકોર્ટના નિવૃત જજ પાર્થિબ અને વૈધનાથન, મદુરાઈ જિલ્લા કલેક્ટર કૃષ્ણા, શહેરના પોલીસ કમિશનર રાજેન્દ્રન, CRPF ના IG થિરુમાલા વિક્રમ અને IG મુકેશ કુમાર સામેલ છે. આ ઉપરાંત સ્પેશ્યિલ મોનિટરિંગ ઓફિસર વારરાઘવ, થિરુમંગલમના RDO કેરાગ્નક લિથિયા અને મદુરાઈ જિલ્લા રાજસ્વ અધિકારી પણ સમિતિમાં સામેલ છે. મંદિરના પૂજારી રમેશ અને અજિત પણ સામેલ છે.