કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ મંગળવારે કર્ણાટકના યાદગીર શહેર પહોંચ્યા છે. અહીં તેમણે રોડ શો કર્યો હતો. દરમિયાન, ટીવી 9 સાથે Exclusive વાત કરતી વખતે, શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે. જો કે આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે. શાહે કહ્યું કે દરેક વખતે ચૂંટણી પહેલા ચર્ચા થાય છે કે કોંગ્રેસ જીતી રહી છે, પરંતુ અંતે ભાજપની જીત થાય છે.
જ્યારે અમિત શાહને રાજ્યની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નિશ્ચિતપણે રાજ્યમાં સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન શાહને પૂછવામાં આવ્યું કે ઘણા સર્વે રાજ્યમાં કોંગ્રેસની જીત જણાવી રહ્યા છે. પછી શાહે કહ્યું કે દરેક વખતે આવા લોકો કોંગ્રેસને ચૂંટણી પહેલા જીતી રહ્યુ હોવાનું કહે છે, બાદમાં બંને પક્ષો વચ્ચે ગાઢ લડાઈ કહે છે, પરંતુ અંતે ભાજપની જીત થાય છે.
અમિત શાહને ઈમરાન પ્રતાગઢીના નિવેદનો પર પણ સવાલ કરવામાં આવ્યો. તેના પર શાહે જવાબ આપ્યો કે, મુસ્લિમ આરક્ષણના નામે પછાત, દલિત, આદિવાસીઓ, લિંગાયત અને વોક્કાલિગાના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેથી જ તેમણે રાજ્યમાં ગેરબંધારણીય મુસ્લિમ અનામત પણ નાબૂદ કરી છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે કોંગ્રેસની નીતિ હંમેશા તુષ્ટિકરણની રહી છે. પરંતુ ભાજપ માટે સૌથી મહત્વની બાબત રાષ્ટ્રીય સુરક્ષા છે. તેને મજબૂત કરવા માટે ભાજપ સતત કામ કરી રહ્યું છે. એટલા માટે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)પર પ્રતિબંધ મૂક્યો છે અને કાર્યવાહી કરી છે. શાહને પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી પહેલા અનામતમાં કરવામાં આવેલા ફેરફારોથી પાર્ટી અને સામાન્ય જનતા બંનેને ફાયદો થશે. આના પર શાહે જવાબ આપ્યો કે તે ચોક્કસપણે મળશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…