Kargil Vijay Divas: કારગિલ વિજય દિવસને આજે 22 વર્ષ પૂર્ણ, PM મોદીએ વીર સૈનિકોને યાદ કરી કર્યું ટ્વિટ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ જશે દ્રાસ

|

Jul 26, 2021 | 8:14 AM

26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી.

Kargil Vijay Divas: કારગિલ વિજય દિવસને આજે 22 વર્ષ પૂર્ણ, PM મોદીએ વીર સૈનિકોને યાદ કરી કર્યું ટ્વિટ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ જશે દ્રાસ
pm narendra modi

Follow us on

Kargil Vijay Divas: કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ નિમિતે સોમવારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, દ્રાસ કારગિલની મુલાકાત લેશે. જ્યાં બંને કારગિલ વિજય દિવસ સમારંભમાં ભાગ લેશે.

જ્યારે કારગિલ દિવસથી એક દિવસ પહેલા રવિવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે કારગિલ જિલ્લાના દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીકના ક્ષેત્રોની મુલાકાત લીધી હતી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વિટ કરીને કારગિલ યુદ્ધના સૈનિકોની વીરતાને યાદ કરતાં શ્રદ્ધાંજલી આપી હતી.

 


સેનાએ ટ્વીટ કર્યું છે કે સીડીએસ જનરલ બિપિન રાવતે દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારની મુલાકાત લીધી હતી અને હાલની સુરક્ષા પરિસ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, સીડીએસએ સૈનિકો સાથે વાતચીત કરી અને તેમના ઊંચા મનોબળ બદલ અભિનંદન પાઠવ્યા.

વર્ષ 2019 ની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખરાબ હવામાનને કારણે કારગિલ વિજય દીવસ ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા અને તેમણે શ્રીનગરના બદમિબાગમાં સૈન્યની 15મી કોર્પ્સના મુખ્ય મથકના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી આપીને બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

જમ્મુ કાશીમરના કારગિલ જિલ્લામાં 1999માં મે થી જુલાઇની વચ્ચે થઈ હતી લડાઈ
26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી. આ લડાઈ જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઈ હતી.

તત્કાલીન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વિના કારગિલમાં ઘૂસણખોરી કરી હતી.

22 મી કારગિલ વિજય દીવસ નિમિત્તે, ભારતીય સેનાએ કાશ્મીર ખીણમાં અને લદ્દાખના ખતરનાક પર્વતોમાં 1000 કિલોમીટરની મુસાફરી કરીને દ્રાસમાં ઐતિહાસિક કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મેગા બાઇક રેલીઓ કરી હતી.  એક ઉત્તરી સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જે કારગિલ યુદ્ધના હીરો પણ છે.

આ પણ વાંચો: Maharashtra Flood Update: 2 લાખ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યા પર ખસેડાયા, 50 ઘાયલ 100 લાપતા અને 149નાં મોત

આ પણ વાંચો: Astro tips for nails: આપની આંગળીઓના નખમાં છુપાયેલા છે અનેક રહસ્યો, રંગ અને આકાર જોઈને જાણો શું કહી જાય છે આપના નખ ?

Next Article