લાહોરમાં જાવેદ અખ્તરે કહ્યુ 26/11 ના હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે, કંગના રનૌતે કર્યા વખાણ

|

Feb 21, 2023 | 10:12 PM

જાવેદ અખ્તરે સીધે સીધું કહ્યું હતું કે મુંબઈ હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે. જાવેદ અખ્તરના આ નિવેદન પર હવે અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે. તેણે જાવેદ અખ્તરના જોરદાર વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેમણે ઘરમાં ઘૂસીને માર્યા છે.

લાહોરમાં જાવેદ અખ્તરે કહ્યુ  26/11 ના હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે, કંગના રનૌતે કર્યા વખાણ
Kangana ranaut praises javed akhtar
Image Credit source: TV9

Follow us on

પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર તાજેતરમાં પાકિસ્તાન ગયા હતા અને 26/11 હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને સીધે સીધું કહ્યું હતું કે મુંબઈ હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે. જાવેદ અખ્તરના આ નિવેદન પર હવે અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે. તેણે જાવેદ અખ્તરના જોરદાર વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેમણે ઘરમાં ઘૂસીને માર્યા છે.

આ પણ વાંચો: પહેલા પાકિસ્તાનની કરી ધુલાઈ, હવે ICC Ranking માં છવાઈ ગઈ રિચા ઘોષ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કંગના રનૌતે જાવેદ અખ્તરનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું, “જબ મે જાવેદ સાબ કી પોએટ્રી સુનતી હુ તો લગતા થા યે કેસા માં સરસ્વતીજી કી ઈન પર ઈતની કૃપા હે, લેકિન દેખો કુછ તો સચ્ચાઈ હોતી હે ઈન્સાન મે તભી તો ખુદાઈ બોતી હે ઉનકે સાથ મે…જય હિંદ જાવેદ અખ્તર સાહબ… ઘર મેં ઘુસ કે મારા.. હાહાહા.”

જાવેદ અખ્તરે શું કહ્યું?

જાવેદ અખ્તર તાજેતરમાં જ ફૈઝ ફેસ્ટિવલ 2023માં ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા. આ દરમિયાન તેમણે ત્યાં 26/11 હુમલાના ગુનેગારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, “હું અહીં ઉતાવળથી કામ નહીં કરું. અમે ભારતમાં  નુસરત (નુસરત ફતેહ અલી ખાન) માટે મોટા ફંક્શનના આયોજન કર્યા, મહેંદી હસનના મોટા મોટા ફંક્શન કર્યા, તમારા દેશ પાકિસ્તાનમાં  તો લતા મંગેશકરના કોઈ ફંક્શન ન થયા. ચાલો આપણે એકબીજા પર દોષારોપણ ન કરીએ, તેનાથી કોઈ હલ નહી મળે.”

જાવેદ અખ્તરે કહ્યું, “મહત્વની વાત એ છે કે હાલના દિવસોમાં જે  ફિઝા છે ઓછી થવી જોઈએ. અમે બોમ્બે (મુંબઈ)ના લોકો છીએ. અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો. તે લોકો કંઈ નોર્વેથી તો આવ્યા ન હતા કે ન તો તેઓ ઇજિપ્તથી આવ્યા હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ખુલ્લેઆમ  ફરે છે. તેથી જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.

Next Article