કર્ણાટકમાં ભેંસોની પારંપરિક જાતિ કમ્બાલાની આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, કમ્બાલા રેસિંગના (Kambala Race) ‘ઉસૈન બોલ્ટ’ કહેવાતા શ્રીનિવાસ ગૌડાનો (Shrinivas Gowda) રેકોર્ડ ફરી એકવાર તોડી નાખવામાં આવ્યો છે. 30 વર્ષના બીજે નિશાંત શેટ્ટીએ (Bajagoli Jogibettu Nishanth Shetty) ઇતિહાસ રચીને 100 મીટરની આ રેસ માત્ર 8.36 સેકન્ડમાં પૂરી કરી. તેણે શનિવારે દક્ષિણ કન્નડ જિલ્લામાં આયોજિત કમ્બાલા રેસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. શ્રીનિવાસ ગૌડાએ ગયા વર્ષે જિલ્લાના કક્કેપડાવુ ખાતે યોજાયેલી સત્ય ધર્મ જોડુકેરે કમ્બલા રેસ 8.78 સેકન્ડમાં પૂરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
બજગોલી જોગીબેટ્ટુ નિશાંત શેટ્ટી કમ્બાલા રેસિંગનો ઉભરતો સ્ટાર છે. તેણે વેનુર પરમુદા સૂર્ય ચંદ્ર જોડુકેરે કમ્બાલામાં શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઈનલ રેસ જીતી લીધી. આ રેસ 125 મીટરની હતી, જે નિશાંતે 10.44 સેકન્ડમાં પૂરી કરી હતી. કમ્બાલા ઈવેન્ટના રેસિંગ ટ્રેક અલગ-અલગ લંબાઈના હોય છે. પરંતુ રેકોર્ડના હેતુ માટે 100 મીટરનું અંતર કાપવામાં જે સમય લાગે છે તેની નોંધ કરવામાં આવે છે.
આયોજકોએ જણાવ્યું હતું કે, 30 વર્ષના નિશાંતે ભેંસની જોડી સાથે શાનદાર પ્રદર્શન કરીને 100 મીટરનું અંતર માત્ર 8.36 સેકન્ડમાં પૂરું કર્યું હતું. જે હવે એક નવો રેકોર્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેનુર કમ્બાલામાં ભેંસોની કુલ 151 જોડીએ ભાગ લીધો હતો.
કમ્બાલા એ દરિયાકાંઠાના કર્ણાટકમાં યોજાતી ભેંસની એક વાર્ષિક રેસ છે. જે તુલુનાડુ તરીકે જાણીતી છે. આ રેસ કીચડવાળા ડાંગરના ખેતરોમાં થાય છે. જેમાં ભેંસની જોડી સાથે રેસ કરવાની હોય છે. રેસ કાદવવાળા ડાંગરના ખેતરોમાં થાય છે અને ભેંસને જોકી ચલાવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, વધુ 16 વિદ્યાર્થીઓ પોઝિટિવ, કુલ આંકડો 64 થયો