Sukanya Samrudhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના જેમાં ટેક્સની છૂટ સાથે વધુ વ્યાજ, જાણો શું છે સ્કિમ

|

May 04, 2021 | 9:35 AM

Sukanya Samrudhi Yojana કેન્દ્ર સરકારે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થઇ રહી છે.

Sukanya Samrudhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના જેમાં ટેક્સની છૂટ સાથે વધુ વ્યાજ, જાણો શું છે સ્કિમ

Follow us on

Sukanya Samrudhi Yojana : દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થઇ રહી છે

આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજના 25મી ફેબુઆરી 2015થી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી. આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટેક્સની છૂટ પણ મળે છે. દિકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દિકરીના ભણતર અને તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો તે માટે સરકાર પરિવારની મદદ કરી રહી છે. દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન દ્વારા જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક એકાઉન્ટ ખોલવામાં આવે છે. આ એકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બેન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે. યોજના શરૂ થયાને માત્ર 15 મહિનાની અંદર જ દેશમાં 76 લાખ સુકન્યા અકાઉન્ટ ખુલ્યાં હતા અને તેમાં 2,800 કરોડ રૂપિયા જમા થયા હતા.

શું છે ખાસિયત ?

દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
જમા રકમ પર વાર્ષિક 7.6 ટકા હિસાબે વ્યાજ મળે છે.
નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.
જમા રકમ પર 80-સી હેઠળ ટેક્સની છૂટ મળે છે.
દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.

કેવી રીતે ખોલશો ખાતું?

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિયાળ પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે તો ઇન્ટરનેટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને ભરી તેના પર યોગ્ય હસ્તાક્ષર કરો.

– પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો.

– દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.
– પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.
– તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો.

મહત્વની વાત

– આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
– તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
– આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
– જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
– જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
– જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે  વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો. આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
– આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.

માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબમાંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુમાં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે.

Next Article