VIDEO: દેશના નવા CJI બનશે જસ્ટિસ એસ.એ.બોબડે, રાષ્ટ્રપતિએ નિયુક્તિ પર કર્યા હસ્તાક્ષર

|

Oct 29, 2019 | 5:50 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ.એ.બોબડે)ને દેશના નવા ચીફ જસ્ટિસ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરે CJI તરીકે શપથ લેશે. 17 નવેમ્બરે હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત થઈ રહ્યા છે. જસ્ટિસ બોબડે દેશના 46માં ચીફ જસ્ટિસ હશે. Justice SA Bobde appointed as the next Chief Justice of India, […]

VIDEO: દેશના નવા CJI બનશે જસ્ટિસ એસ.એ.બોબડે, રાષ્ટ્રપતિએ નિયુક્તિ પર કર્યા હસ્તાક્ષર

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ.એ.બોબડે)ને દેશના નવા ચીફ જસ્ટિસ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરે CJI તરીકે શપથ લેશે. 17 નવેમ્બરે હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત થઈ રહ્યા છે. જસ્ટિસ બોબડે દેશના 46માં ચીફ જસ્ટિસ હશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા CJI રંજન ગોગોઈએ નિયમ મુજબ જસ્ટિસ બોબડેને દેશના આગામી CJI બનાવવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાની સુનાવણી કરી રહેલી 5 જ્જની ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે પણ સામેલ છે. 5 જ્જની બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ નજીર પણ સામેલ છે. આ મામલાની સુનાવણી પૂરી થઈ ગઈ છે પણ નિર્ણય આવવાનો બાકી છે. તે સિવાય ઘણા મોટા નિર્ણયમાં પણ જસ્ટિસ એસ.એ.બોબડે સામેલ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article