AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પીએમ મોદીની અપીલની અસર જોવા મળી, સાઈકલ ચલાવી જજ હાઈકોર્ટ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચતની અપીલ બાદ, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ ડી.ડી. બંસલે કોર્ટ સાયકલ ચલાવી પહોંચ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાનથી લગભગ 3 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને ગયા હતા.

| Updated on: May 13, 2026 | 12:05 PM
Share

મધ્યપ્રદેશના જબલપુરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની મોટી અસર જોવા મળી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટેના જજ ડીડી બંસલ સાઈકલ ચલાવી કોર્ટમાં પહોંચ્યા છે. પેટ્રોલ ડીઝલની બચતનો સંદેશ આપતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ જસ્ટિસ બંસલ પહેલી વખત સાઈકલ ચલાવી કોર્ટમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ટાંકીને તેમણે સામાન્ય નાગરિકોને ઈંધણ બચાવવાની પણ અપીલ કરી.

કોર્ટમાં કર્મચારીએ પણ બેગ, ટિફિન અને અન્ય જરુરી સામાન લઈ જસ્ટિસ બંસલની સાથે સાઈકલ ચલાવી હતી. તેમણે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંચીવ સચદેવાની પ્રેરણાથી સાઈકલ ચલાવી હતી. જસ્ટિસ બંસલે કહ્યું કે, જ્યાં સુધી શક્ય છે, ત્યાં સુધી બધા સાઈકલ ચલાવી ઈંધણની બચત કરવી જોઈએ. હાઈકોર્ટના જજ થઈ સાઈકલથી ન જવું તેવો વિચાર કરવો પણ ખોટો છે.

પીએમ મોદીએ દેશવાસીઓને ઈંધણની બચત કરી હતી

પશ્ચિમ એશિયા સંક્ટને જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચતની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે,પેટ્રોલ ડીઝલના કાપ અને વર્ક ફ્રોમ હોમ કરો, વિદેશી યાત્રાથી થોડા સમય બચવું, આ સિવાય તેમણે એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની પણ અપીલ કરી છે. પીએમ મોદીએ ખુદ આ અપીલનો અમલ કર્યો છે.

તેની આ પહેલ પર તેના સરકારી કાફલાની ગાડીઓમાં પણ ઘટાડો કર્યો છે. પીએમ મોદી હાલમાં વડોદરા અને આસમના પ્રવાસ દરમિયાન વાત કરી હતી. પીએમ મોદીની અપીલથી યુપી, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં પણ અનેક મોટો નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સિસ્ટમ અન્ય ઘણા રાજ્યોમાં પણ લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે.

કાફલામાં ઘટાડો કર્યો

પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને, પીએમ મોદીએ ઇંધણ બચતનો આગ્રહ રાખ્યો અને તેને વ્યક્તિગત રીતે અમલમાં મૂક્યો. તેમણે તેમના સત્તાવાર કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો. તેમના નેતૃત્વને અનુસરીને, ઘણા મુખ્યમંત્રીઓએ પણ તેમના કાફલામાં ઘટાડો કર્યો છે. પ્રધાનમંત્રીએ નાગરિકોને ઘરેથી કામ કરવા, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોતાના કાફલામાં ઘટાડો કર્યો છે.

મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">