જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા પત્રકાર ફહાદ શાહની ધરપકડ, ખોટા સમાચાર ફેલાવવાનો અને આતંકવાદીઓના સમર્થનમાં પોસ્ટ કરવાનો આરોપ

|

Feb 05, 2022 | 6:09 PM

પોલીસે શનિવારે કહ્યું કે શાહ વિરુદ્ધ સફકદલ પોલીસ સ્ટેશન અને પુલવામા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા અંગે સામાન્ય લોકોને ઉશ્કેરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા પત્રકાર ફહાદ શાહની ધરપકડ, ખોટા સમાચાર ફેલાવવાનો અને આતંકવાદીઓના સમર્થનમાં પોસ્ટ કરવાનો આરોપ
fahad shah ( File photo)

Follow us on

જમ્મુ-કાશ્મીર પોલીસ ( Jammu Kashmir) એ પત્રકાર ફહદ શાહ વિરુદ્ધ આતંકવાદને સમર્થન આપવા, ખોટા સમાચાર ફેલાવવા અને સામાન્ય લોકોને ઉશ્કેરવા બદલ કેસ નોંધ્યો છે. પોલીસે શુક્રવારે તેની ધરપકડ કરી હતી. પોલીસે શનિવારે કહ્યું કે શાહ વિરુદ્ધ સફકદલ પોલીસ સ્ટેશન અને પુલવામા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી શાહ સતત લોકોને આતંકવાદ, ખોટા સમાચાર ફેલાવવા અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત સમસ્યાઓ ઉભી કરવા માટે ઉશ્કેરી રહ્યો છે. આ માટે તેમની સામે શ્રીનગર, પુલવામા અને શોપિયાંમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે.

કુમારે કહ્યું, પુલવામામાં નોંધાયેલી એફઆઈઆરના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એફઆઈઆરમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. કુમારે પત્રકારોને ખોટા સમાચાર ન ફેલાવવા અને માહિતી પ્રસારિત કરતા પહેલા પોલીસ દ્વારા તેની ચકાસણી કરાવવા વિનંતી કરી હતી. શાહ સાપ્તાહિક ઓનલાઈન મેગેઝિન ‘ધ કાશ્મીરવાલા’ના સ્થાપક સંપાદક છે.

સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી સામગ્રી પોસ્ટ કરવાનો આરોપ

જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે પત્રકાર ફહાદ શાહની ધરપકડ કરી છે. આરોપ છે કે ફહાદ શાહે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી સામગ્રી પોસ્ટ કરી હતી. પુલવામા જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ફેસબુક યુઝર્સ અને ન્યૂઝ પોર્ટલ લોકોમાં ડર પેદા કરવાના ગુનાહિત ઈરાદા સાથે ફોટોગ્રાફ્સ, વીડિયો અને પોસ્ટ્સ પ્રકાશિત કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ફહાદ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ લોકોને ઉશ્કેરવા અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે અપલોડ કરવામાં આવી હતી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

પોલીસે કહ્યું કે તેમના દ્વારા નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને પુલવામાં પોલીસે કાયદાની સંબંધિત કલમો હેઠળ નંબર 19/2022 હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર કહ્યું કે, સત્ય માટે ઊભા રહેવું એ દેશદ્રોહી ગણાય છે. અસહિષ્ણુ અને સરમુખત્યારશાહી સરકારને અરીસો બતાવવો એ પણ રાષ્ટ્ર વિરોધી છે. ફહાદનું પત્રકારત્વનું કાર્ય પોતાના માટે બોલે છે અને ભારત સરકાર માટે અયોગ્ય જમીની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. તમે કેટલા ફહાદની ધરપકડ કરશો?

 

આ પણ વાંચો : Iran Nuclear Deal: અમેરિકાનું મોટું પગલું, ન્યુક્લિયર ડીલ પર વાતચીત મહત્વના તબક્કામાં પહોંચી, ઈરાન પર પ્રતિબંધોમાં પણ રાહત

આ પણ વાંચો  : Lata Mangeshkar Critical Health : લતા મંગેશકરની હાલત ફરી લથડી, પીઢ ગાયિકા ફરી વેન્ટિલેટર પર

Next Article