રાષ્ટ્ર વિરોધી તત્વોનો અડ્ડો બનતુ JNU, ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવતા દેશવિરોધી તત્વોએ મચાવ્યો ઉત્પાત

દિલ્હીની જાણીતી અને ટુંકમાં જેએનયુના નામે ઓળખાતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, રાષ્ટ્ર વિરોધી તત્વોનો અડ્ડો બની રહી છે. સુપ્રીમ કોર્ટે, દિલ્હી તોફાન કેસના આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવતા દેશવિરોધી તત્વો જેએનયુમાં સૂત્રોચ્ચાર કરવા નીકળી પડ્યા હતા. વિદ્યાર્થીઓના નામે આવારા તત્વોએ જેએનયુમાં મચાવેલા ઉત્પાતને કારણે રાષ્ટ્રને વિરોધી તત્વોને છૂટોદોર મળી રહ્યો છે.

રાષ્ટ્ર વિરોધી તત્વોનો અડ્ડો બનતુ JNU, ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવતા દેશવિરોધી તત્વોએ મચાવ્યો ઉત્પાત
| Edited By: | Updated on: Jan 06, 2026 | 2:08 PM

દિલ્હીની જાણીતી શૈક્ષણિક સંસ્થા, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ફરી એકવાર રાષ્ટ્ર વિરોધી તત્વોને કારણે સમાચારમાં ચમકી છે. ગઈકાલ સોમવાર, 5 જાન્યુઆરીએ, JNU કેમ્પસમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેએનયુના કહેવાતા વિદ્યાર્થીઓએ તેમના હાથમાં કાયદો અને વ્યવસ્થાને ખોરંભે પાડે તેવા સૂત્રો લખેલ પ્લેકાર્ડ અને ઢોલ લઈને કેમ્પસમાં પ્રદર્શન કર્યું હતું. JNU વિદ્યાર્થી સંઘ (JNUSU) અને ડાબેરી સંગઠનોએ, આ પ્રદર્શનની આગેવાની લીધી હતી. સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થામાં વિદ્યા અભ્યાસ કરવામાં આવતો હોય છે. પરંતુ JNUના કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો એવા વિદ્યાર્થીઓને કારણે એટલી ચર્ચાસ્પદ બની ગઈ છે કે, છાસવારે તંત્ર, સરકાર અને બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ દેખાવો, સૂત્રોચ્ચાર કે અન્ય પ્રકારે વિરોધ પ્રદર્શીત કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે, દિલ્હીમાં ફાટી નીકળેલા કોમી રમખાણ કેસના આરોપી એવા ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી દીધી હતી. બસ રાષ્ટ્ર વિરોધી તત્વોને વિરોધ કરવાનું એક નવું બહાનુ મળી ગયું. વિદ્યાર્થીઓના નામે આવારા તત્વોએ સમગ્ર JNU કેમ્પસને માથે લીધુ હતું. કહેવાતા વિદ્યાર્થીઓનું ટોળુ જેએનયુ કેમ્પસમાં ઠેર ઠેર ફરીને બંધારણીય સંસ્થા, તંત્ર, સરકાર અને અન્યોની વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનનું કારણ માત્ર એટલું જ હતુ કે દેશની સર્વોચ્ચ અદાલતે, દિલ્હી રમખાણ કેસના આરોપી એવા ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાનો ચુકાદો આપ્યો હતો.

વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સુપ્રીમ કોર્ટ દ્વારા ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાના નિર્ણય બાદ આ વિરોધ પ્રદર્શન થયું હતું. વિરોધ પ્રદર્શનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને ગૌતમ અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાંભળી શકાય છે.

દિલ્હી પોલીસને હજુ સુધી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર અંગે કોઈ જ ફરિયાદ મળી નથી. પરંતુ જેમ જેમ રાષ્ટ્ર વિરોધી તત્વોએ મચાવેલ ઉત્પાતનો વીડિયો વ્યાપર પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે તે જોતા એવું માનવામાં આવે છે કે દિલ્હી પોલીસ આ ઘટનાની જાતે જ નોંધ લઈને ફરિયાદ નોંધશે.

દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો