Jammu & Kashmir: માતા વૈષ્ણો દેવીના ત્રિકુટા પર્વત પરના જંગલમાં ભીષણ આગ, જાણો વિગત

|

Dec 21, 2021 | 10:05 PM

કહેવામાં આવી રહ્યું છે કે રાત્રીનો સમય હોવાથી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે, પરંતુ હજુ પણ તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રિકુટા પહાડીઓના જંગલોમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Jammu & Kashmir: માતા વૈષ્ણો દેવીના ત્રિકુટા પર્વત પરના જંગલમાં ભીષણ આગ, જાણો વિગત
Fire breaks out in forest of Trikuta hills

Follow us on

જમ્મુ-કાશ્મીરના (Jammu & Kashmir) પ્રસિદ્ધ શક્તિપીઠ માતા વૈષ્ણો દેવીના (Mata Vaishno Devi) ત્રિકુટા પર્વતો પાસે જંગલમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ દૂરના ડૂંગર પર લાગી હતી અને તેના કારણે ભક્તોની યાત્રા પર કોઈ અસર થઈ નથી. મળતી માહિતી મુજબ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કહેવામાં આવી રહ્યું છે કે રાત્રીનો સમય હોવાથી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે, પરંતુ હજુ પણ તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રિકુટા પહાડીઓના જંગલોમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે.

 

 

આ પહેલા પણ માતા વૈષ્ણોદેવીના ત્રિકુટા પર્વતના જંગલોમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો હતો. તે સમયે મંદિર તરફ જતા તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે આ વખતે આગના કારણે યાત્રા પર કોઈ રોક લગાવવામાં આવી નથી.

 

 

બીજી તરફ કોરોના સમયગાળા દરમિયાન માતા વૈષ્ણો દેવીની યાત્રા કરનારાઓ માટે કેટલીક માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. થોડા સમય પહેલા જાહેર કરાયેલા આદેશ અનુસાર ભક્તો માટે માન્ય અને વેરિફાઈડ RT-PCR અને રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત છે. એટલું જ નહીં, ટેસ્ટ રિપોર્ટ યાત્રીઓના આગમનના 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ.

 

 

આ સિવાય કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવું જોઈએ. માતા વૈષ્ણો દેવીના દર્શનનો લહાવો માત્ર એવા યાત્રીઓને જ મળશે. જેમાં કોરોના સંક્રમણના કોઈ લક્ષણો જોવા મળશે નહીં. આ ઉપરાંત આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે મંદિરની સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે અને સમયાંતરે સેનિટાઈઝેશન કરવામાં આવે.

 

 

આ પણ વાંચો –Karnataka : યેદિયુરપ્પાએ ધર્માંતરણ સામેના કાયદા માટે કોંગ્રેસ-જેડીએસનો માંગ્યો ટેકો, ડીકે શિવકુમારે બિલ ફાડી નાખ્યું

આ પણ વાંચો –ટ્રક સાથે અથડાયા બાદ મહિલાનો ચમત્કારીક બચાવ, સોશિયલ મીડિયા પર ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો – Omicron: કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ ચેપી, કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી સતર્ક રહેવા સૂચના આપી

Next Article