ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પાંચમાં અને છેલ્લા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. આ તબક્કામાં 16 સીટો માટે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં 237 ઉમેદવાર મેદાનમાં છે. આ તમામ સીટો માટે કુલ 5,389 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
આ તમામ ક્ષેત્રોને ઝારખંડ મુક્તિ મોર્ચાના ગઢ માનવામાં આવે છે. છેલ્લા તબક્કામાં 40,05,287 મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે 23 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે.
મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. બપોરે 3 વાગ્યાથી સુધી નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં મતદાન થશે. જેમાં બોરિયો, બરહેટ, લિટ્ટીપાડા, મહેશપુર અને શિકારીપાડા સામેલ છે. જ્યારે અન્ય 11 સીટો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મતદાતાઓને છેલ્લા તબક્કામાં વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:59 am, Fri, 20 December 19