“જૌહર એ કાયરતા નહીં વિરતા છે…નાક કપાવનારી સ્ત્રી” ! બાબા બાગેશ્વરના સ્વરા ભાસ્કર પર વાકપ્રહાર

પશ્ચિમ બંગાળમાં, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જૌહર અંગે સ્વરા ભાસ્કરના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. સ્વરાએ જૌહર ને "કાયરતા" ગણાવી હતી, જેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેને બહાદુરી અને ભક્તિનું કાર્ય ગણાવીને જવાબ આપ્યો હતો.

જૌહર એ કાયરતા નહીં વિરતા છે...નાક કપાવનારી સ્ત્રી ! બાબા બાગેશ્વરના સ્વરા ભાસ્કર પર વાકપ્રહાર
સ્વરા ભાસ્કર અને બાબા બાગેશ્વર
| Updated on: Sep 06, 2026 | 1:58 PM

બાબા બાગેશ્વરે જૌહર અંગે સ્વરા ભાસ્કરના નિવેદન અંગે પશ્ચિમ બંગાળમાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “એક કહેવાતી સ્ત્રી છે, જેણે રાણી પદ્માવતી વિશે નિવેદન આપ્યું હતું. તે સ્ત્રીએ જૌહરને કાયરતા કહી. નાક કપાવનાર, ચંડાલન, જૌહર એ કાયરતા નથી તે બહાદુરી છે, ભક્તિ અને પોતાના પતિને સમર્પણ છે. તમે જૌહરની સંસ્કૃતિ વિશે શું જાણો છો?”

સ્વરાના નિવેદન પર સીધી ટિપ્પણી કરતા તેમણે ઉમેર્યું, “જે લોકો આસ્થાનો વિરોધ કરે છે તેઓ જૌહર ને પણ સમજી શકતા નથી. કેટલાક એવા છે જે ‘ભાઈ’ ને ‘વર’ બનાવે છે તેઓને જૌહર વિશે શું ખબર હોય ? જો મારા શબ્દો કોઈને ઠેસ પહોંચાડે છે અથવા તેમની લાગણીઓને ઠેસ પહોંચે છે, તો ભલે પહોચે, પણ હું સત્ય બોલીશ.”

નવરાત્રિ પહેલા લોકોને અપીલ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “આ વખતે બંગાળમાં, નવદુર્ગા દરમિયાન, દેવીની મૂર્તિ પાસે માંસાહારી ખોરાક વેચવો જોઈએ નહીં. વધુમાં, ‘લવ જેહાદ’ બંધ થવો જોઈએ. નવરાત્રિ દરમિયાન, મૂર્તિમાં માતાની હાજરી મેળવવાનો સંકલ્પ લો. મૂર્તિમાં માતાને જુઓ.” પશ્ચિમ બંગાળના લીલુઆ વર્કશોપ ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલી ‘હનુમત કથા’ (ભગવાન હનુમાનની કથાનું પઠન) ના બીજા દિવસે ધીરેન કૃષ્ણ શાસ્ત્રીએ આ નિવેદન આપ્યું હતું.

સ્વરા ભાસ્કરે શું કહ્યું હતું?

આઠ વર્ષ પહેલાં, સ્વરા ભાસ્કરે સંજય લીલા ભણસાલીને, દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પદ્માવત’માં ‘જૌહર’ અને ‘સતી’ પ્રથાના મહિમા કરવા અંગે એક ખુલ્લો પત્ર લખ્યો હતો. તાજેતરમાં, દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા અને તે ખુલ્લો પત્રનો ઉલ્લેખ કરતા, સ્વરા ભાસ્કરે સમજાવ્યું કે તેણીને શું દુઃખ થયું હતું. તેણીએ કહ્યું કે હજારો મહિલાઓ તેમના “સન્માન” બચાવવા માટે ‘જૌહર’ કરે છે તેનું ચિત્રણ આજે બળાત્કાર પીડિતાઓને “કાયર” તરીકે જોવામાં આવી શકે છે, કારણ કે તેઓએ જીવિત રહેવાનું પસંદ કર્યું હતું.

સ્વરા ભાસ્કરે કહ્યું, “શું તમે આપણા જેવા સમાજમાં મહિલાઓને આ સંદેશ આપવા માંગો છો કે જ્યાં મને લાગે છે કે બળાત્કારનો રોગચાળો ફેલાયેલો છે ? શું આપણે પીડિતોને કહેવા માંગીએ છીએ કે તેઓ જીવવાને લાયક નથી? જો તેઓ ખરેખર બહાદુર અને સન્માનનીય મહિલાઓ હોત, તો તેઓએ આત્મહત્યા કરી હોત? શું આપણે એવું કહેવા માંગીએ છીએ કે બળાત્કાર એ સ્ત્રીના જીવનનો અંત છે?”

Breaking News : તહેવાર પહેલાં મોંઘવારીનો મોટો ઝટકો, દુનિયાભરમાં અનાજની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી; ખિસ્સા પર પડશે સીધી અસર !

 

Follow Us
Loading...
Unable to load recommendations.