Jammu Kashmir: આતંકવાદીઓએ ફરી કર્યું ટાર્ગેટ કિલિંગ, શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા

|

Oct 15, 2022 | 3:06 PM

ફરી એકવાર આતંકવાદીઓએ (Terrorist) કાશ્મીરી પંડિત પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોપિયાંમાં એક કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આતંકવાદીઓના ષડયંત્રના નિશાના પર બનેલા કાશ્મીરી પંડિતનું નામ પુરણ કૃષ્ણ ભટ જણાવવામાં આવી રહ્યું છે.

Jammu Kashmir: આતંકવાદીઓએ ફરી કર્યું ટાર્ગેટ કિલિંગ, શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા
Jammu Kashmir

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) કાશ્મીરી પંડિતો પર આતંકવાદીઓના હુમલા (Terrorist Attack) અટકવાનું નામ નથી લઈ રહ્યા. ફરી એકવાર આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોપિયાંમાં એક કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આતંકવાદીઓના ષડયંત્રના નિશાના પર બનેલા કાશ્મીરી પંડિતનું નામ પુરણ કૃષ્ણ ભટ જણાવવામાં આવી રહ્યું છે, જે શોપિયાંના ચૌધરી ગુંડનો રહેવાસી હતો. આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો ત્યારે તેઓ તેમના ઘરના લોનમાં હાજર હતા.

શનિવારે આતંકવાદીઓના ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. પોલીસે જણાવ્યું કે પુરણ કૃષ્ણની હત્યા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ઉલ્લેખનીય છે કે આ પહેલા દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ કાશ્મીરી પંડિત સુનિલ કુમાર ભટની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે લઘુમતી કાશ્મીરી પંડિત સમુદાયના ચોથા સભ્ય હતા અને 1 મેથી આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા અને માર્યા ગયેલા પ્રદેશના સાતમા નાગરિક હતા. આ પહેલા 31 મેના રોજ કુલગામ જિલ્લામાં એક સરકારી મહિલા કર્મચારી રજનીને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. 12 મેના રોજ કાશ્મીરના બડગામ જિલ્લામાં રાહુલ ભટ્ટની પણ આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

 

 

બાંદીપોરા જિલ્લામાં IED ઝડપાયું

જમ્મુ અને કાશ્મીરમાં અન્ય એક ઘટનામાં, શનિવારે બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એક IED મળી આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ અત્યાધુનિક વિસ્ફોટક ઉપકરણ (IED) લગભગ 16 કિલોગ્રામનું હતું. તેમણે કહ્યું કે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે ઉત્તર કાશ્મીર જિલ્લાના અસ્તાન્ગો વિસ્તારમાં IED રિકવર કર્યો છે. તેમણે કહ્યું કે વિસ્ફોટક ઉપકરણને નષ્ટ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી છે.

Published On - 3:06 pm, Sat, 15 October 22

Next Article