Jammu Kashmir: સુરક્ષા દળોએ શ્રીનગરમાં પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો, લશ્કર-એ-તૈયબા સાથે હતો સંબંધ

|

Dec 19, 2021 | 5:52 PM

રવિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળોએ પાકિસ્તાની આતંકવાદી સૈફુલ્લાહને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, માર્યો ગયેલો આતંકવાદી લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંબંધિત હતો.

Jammu Kashmir: સુરક્ષા દળોએ શ્રીનગરમાં પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો, લશ્કર-એ-તૈયબા સાથે હતો સંબંધ
Jammu Kashmir

Follow us on

રવિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળોએ પાકિસ્તાની આતંકવાદી સૈફુલ્લાહને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, માર્યો ગયેલો આતંકવાદી લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંબંધિત હતો. તેણે 2016માં બાંદીપોરા સેક્ટરમાંથી ઘૂસણખોરી કરી હતી અને પાકિસ્તાન સ્થિત એલઈટી કમાન્ડરોની સૂચનાઓ પર આતંકવાદી ગતિવિધિઓને વેગ આપવા માટે ગુપ્ત રીતે શ્રીનગરમાં રહી રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા દળોએ હરવાન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યા બાદ આ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાનનો રહેવાસી આ આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IG) વિજય કુમારે ટ્વિટર પર કહ્યું, “મૃત આતંકવાદીની ઓળખ સૈફુલ્લા ઉર્ફે શાહબાઝ ઉર્ફે અબુ ખાલિદ તરીકે થઈ છે, જે પાકિસ્તાનના કરાચીનો રહેવાસી છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. તે 2016માં ઘૂસણખોરી બાદ હરવાન વિસ્તારમાં સક્રિય હતો અને ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ હતો.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા રાજૌરીના એક ગામમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનામાં પાલ્લેદાર તરીકે કામ કરતા એક વ્યક્તિ અને તેના સંબંધી (બંને નૌશેરાના રહેવાસી)ને શનિવારે મોડી રાત્રે ચોક્કસ માહિતી પર આર્મી અને પોલીસની સંયુક્ત ટીમે પકડ્યા હતા.

ધરપકડ કરાયેલા નઝીર હુસૈન અને મોહમ્મદ મુખ્તાર પર મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સુરક્ષા સ્થાપનોના વીડિયો બનાવવા અને પૈસાના બદલામાં દેશની બહાર તેમના બોસ સાથે શેર કરવાનો આરોપ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંનેએ લશ્કરી કમ્પાઉન્ડ (રાષ્ટ્રીય રાઇફલ્સનું તત્કાલીન વ્યૂહાત્મક મુખ્યાલય)માં મોબાઇલ ફોનથી એક વીડિયો ક્લિપ બનાવી હતી.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “16 ડિસેમ્બરે રાજૌરી પોલીસ સ્ટેશનમાં આ વિસ્તારમાં ચાલતા જાસૂસી રેકેટ અંગે માહિતી મળી હતી. આ ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Bank of Baroda Recuirtment 2021: આ બેંકમાં ડેવલપર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC NDA NA Result: UPSC NDA લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર, અહીં કરો ડાઉનલોડ

Next Article