શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત આજે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. જમ્મુના કઠુઆથી આજે ભારત જોડો યાત્રા શરૂ થઈ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગઈકાલે જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. જમ્મુ પહોંચતાની સાથે જ રાહુલ ગાંધીએ તેમની ટી-શર્ટ ઉપર જેકેટ પણ પહેરી લીધું હતું. અત્યાર સુધી કડકડતી ઠંડીમાં પણ તે માત્ર સફેદ ટી-શર્ટમાં જ જોવા મળતા હતા. જમ્મુમાં આજે સવારે સંજય રાઉત ભારત જોડો યાત્રામાં જોડાયા ત્યારે હળવો વરસાદ શરૂ થયો હતો.
ભારત યાત્રામાં જોડાતા પહેલા પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે સ્પષ્ટ કર્યું કે, કેજરીવાલ, અખિલેશ અને કેસીઆર જેવા નેતાઓની દેશમાં કોંગ્રેસ વિના ભાજપને લડત આપવાની વિચારસરણી ખોટી છે. કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે જેની સમગ્ર દેશમાં વ્યાપક પહોંચ છે. સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વ માટે લોકોમાં સ્વીકૃતિની ભાવના છે. હું રાહુલને એક એવા નેતા તરીકે જોઉં છું જે પોતાનો અવાજ ઉઠાવે છે. સંજય રાઉતે એ પણ સ્પષ્ટ કર્યું કે શિવસેના આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી લડશે.
#WATCH | Bharat Jodo Yatra resumes from Kathua in Jammu & Kashmir on the 125th day of its journey; sees the participation of Shiv Sena (Uddhav Thackeray) leader Sanjay Raut today pic.twitter.com/Ve81omvQ5m
— ANI (@ANI) January 20, 2023
આ પણ વાંચો : રાહુલ ગાંધીનો RSS પર સૌથી મોટો હુમલો, કહ્યુ- માથું કપાવી નાખીશ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસે જઈશ નહીં
શિંદે જૂથના નેતાઓએ રાઉતને પાકિસ્તાન જવાની સલાહ આપી છે. તેના પર રાઉતે કહ્યું કે પાકિસ્તાનની તોપો અને ગોળા જમ્મુ પર પણ વરસતા રહે છે. આતંકવાદી હુમલાઓ થતા રહે છે. તેમને અહીં આવવા કહો, પછી તેમને ખબર પડશે. ત્યાં બેસીને કંઈપણ કહેવું સહેલું છે. રાઉતે કહ્યું કે તે પાકિસ્તાન જશે.
સંજય રાઉતે કહ્યું કે ભારત જોડો યાત્રા દ્વારા દેશભરમાં સારો માહોલ સર્જાયો છે. પઠાણકોટમાં હજારો યુવાનોએ હાથમાં મશાલ લઈને ભાગ લીધો હતો. મશાલ એ કોંગ્રેસનું પ્રતીક નથી. આ શિવસેના (ઠાકરે જૂથ)નું પ્રતીક છે. દેશને જગાડવા માટે દરેકના હાથમાં મશાલ જરૂરી છે.
રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. છેલ્લા ચાર મહિનાથી રાહુલ ગાંધી કન્યાકુમારીથી ચાલીને ઉત્તર ભારત પહોંચ્યા હતા. આ ચાર મહિનામાં તે તાપમાનની વધઘટ વચ્ચે માત્ર ટી-શર્ટમાં જ જોવા મળ્યા હતા. દિલ્હીમાં પણ જ્યારે તાપમાન માત્ર 7 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે રાહુલ માત્ર ટી-શર્ટમાં જ દેખાયા હતા.
Published On - 12:53 pm, Fri, 20 January 23