જમ્મુ-કાશ્મીર: બડગામમાં BSF જવાનોને લઈ જતી બસ ખીણમાં પડી, 3 જવાન શહીદ, 32 ઘાયલ

|

Sep 20, 2024 | 8:06 PM

જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ગંભીર અકસ્માત થયો છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે બડગામ જિલ્લામાં ચૂંટણી ફરજ માટે BSF જવાનોને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. ઊંડી ખીણમાં બસ પલટી જવાથી ત્રણ સૈનિક શહીદ થયો છે. જ્યારે 32 જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને એસડીએચ ખાન સાહિબ અને બડગામની હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર: બડગામમાં BSF જવાનોને લઈ જતી બસ ખીણમાં પડી, 3 જવાન શહીદ, 32 ઘાયલ

Follow us on

જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ગંભીર અકસ્માત થયો છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે બડગામ જિલ્લામાં ચૂંટણી ફરજ માટે BSF જવાનોને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. ઊંડી ખીણમાં બસ પલટી જવાથી ત્રણ સૈનિક શહીદ થયો છે. જ્યારે 32 જવાનો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર બડગામના બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો હતો. અચાનક બસ રોડ પરથી લપસીને ઊંડી ખીણમાં પડી હતી. જેના કારણે સીમા સુરક્ષા દળ (BSF)ના એક જવાન શહીદ થયો છે. 32 જવાનો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં લગભગ 35 સૈનિકો હતા. ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

પોલીસ અકસ્માતનું કારણ જાણવા તપાસ

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. તાજેતરમાં જ જમ્મુ ક્ષેત્રના રાજૌરીમાં સેનાના જવાનોના વાહનને અકસ્માત નડ્યો હતો.

માંજાકોટમાં સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો

આ અકસ્માત બુધવારે માંજાકોટ વિસ્તારમાં થયો હતો. ભયજનક વળાંક પર વાહન ચલાવતા સૈનિકે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન 400 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગયું હતું. પેરા-2 યુનિટના જવાનો બુલેટ પ્રુફ વાહનમાં બેઠા હતા. આમાં છ કમાન્ડો ઘાયલ થયા હતા, જેમાંથી એક લાન્સ નાઈક શહીદ થયો હતો.

Published On - 7:22 pm, Fri, 20 September 24

Next Article