Jammu Kashmir: જુના શ્રીનગર શહેરના સરાફ કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફેંક્યો ગ્રેનેડ

|

Jan 16, 2022 | 9:41 PM

NIA સિવાય ઈડી, સીબીઆઈ, સ્થાનિક પોલીસ, અન્ય એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને ખત્મ કરવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગની વિરૂદ્ધ ઓપરેશનમાં જોડાયા છે.

Jammu Kashmir: જુના શ્રીનગર શહેરના સરાફ કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફેંક્યો ગ્રેનેડ
File Image

Follow us on

જમ્મૂ કાશ્મીર (Jammu And Kashmir)માં આતંકીઓ (Terrorist) પોતાની નાપાક હરકતોથી સુધરી રહ્યા નથી. તેની વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે જુના શ્રીનગર શહેરના સરાફ કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની વિરૂદ્ધ ઘણા સ્તરો પર અભિયાન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને નષ્ટ કરવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. NIA સિવાય ઈડી, સીબીઆઈ, સ્થાનિક પોલીસ, અન્ય એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને ખત્મ કરવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગની વિરૂદ્ધ ઓપરેશનમાં જોડાયા છે.

 

શનિવારે જમ્મૂ કાશ્મીરના બાંદીપોરા અને સોપોર વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા આતંકવાદીઓના 6 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી. સાથે જ તેમની પાસે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા. જણાવી દઈએ કે જમ્મૂ કાશ્મીરમાં આ વર્ષે 8 અલગ અલગ અભિયાનોમાં 14 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા. આ 14 આતંકવાદીઓમાંથી 7 પાકિસ્તાનના હતા. થોડા દિવસ પહેલા તેમની જાણકારી જમ્મૂ કાશ્મીરની ડીજીપી દિલબાગ સિંહે આપી હતી.

ગયા વર્ષે 182 આતંકી થયા ઠાર

જમ્મૂ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે 2021ના છેલ્લા દિવસે જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષાદળો દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં 100 સફળ આતંકવાદ વિરોધી અભિયાનોમાં 44 ટોચના આતંકીઓ અને 20 વિદેશીઓ સહિત કુલ 182 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો. સિંહે કહ્યું કે 2021માં કુલ 20 વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. ડીજીપીએ કહ્યું કે વર્ષ 2021માં જમ્મૂ કાશ્મીરમાં સરહદ પારથી આતંકીઓની ઘુસણખોરી ઓછી થઈ.

 

 આ પણ વાંચો: Aafia Siddiqui: કોણ છે લેડી અલ-કાયદા ‘આફિયા સિદ્દીકી’ ? જેને છોડાવવા માટે પાકિસ્તાની આતંકવાદીએ અમેરીકામાં લોકોને બંધક બનાવ્યા

આ પણ વાંચો: Virat Kohli Resigns: વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટનશિપ છોડવા પર કપિલ દેવે કહ્યુ, ‘ઇગોને છોડીને નવા કેપ્ટનને આપવો પડશે સાથ’

 

Next Article