Jammu Kashmir: પુલવામામાં લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ, 5 આતંકવાદીઓની ધરપકડ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોડ્યુલ સ્લીપર સેલ તરીકે કામ કરતું હતું અને તે શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી તેમજ પરિવહનમાં સામેલ હતું. તેઓ તેમના પાકિસ્તાની આકાઓના ઈશારે સુરક્ષા દળો પર અનેક ગ્રેનેડ હુમલાઓમાં પણ સામેલ હતા.

Jammu Kashmir: પુલવામામાં લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ, 5 આતંકવાદીઓની ધરપકડ
File Photo
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:19 AM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. પુલવામા પોલીસે (Pulwama Police) પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સહયોગીઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે દક્ષિણ કાશ્મીર જિલ્લામાં અનેક ગ્રેનેડ હુમલાઓ સાથે સંબંધિત કેસોની તપાસ કરી રહી છે. પોલીસે તપાસ દરમિયાન પાંચ આતંકીઓની ધરપકડ કરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, તેમની ઓળખ શૌકત ઇસ્લામ ડાર, એજાઝ અહેમદ લોન, એજાઝ ગુલઝાર લોન, મંજૂર અહેમદ ભટ અને નાસિર અહેમદ શાહ તરીકે કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોડ્યુલ સ્લીપર સેલ તરીકે કામ કરતું હતું અને તે શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી તેમજ પરિવહનમાં સામેલ હતું. તેઓ તેમના પાકિસ્તાની (Pakistan) આકાઓના ઈશારે સુરક્ષા દળો પર અનેક ગ્રેનેડ હુમલાઓમાં પણ સામેલ હતા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. કાકાપોરા પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કુલગામમાં હિઝબુલ કમાન્ડર માર્યો ગયો
હિઝબુલ મુજાહિદ્દીનનો નવનિયુક્ત જિલ્લા કમાન્ડર શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અશમુજી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની બાતમી પર કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો
ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી, તેના બદલે તેઓએ અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરીને, સંયુક્ત ટીમોએ તેમને બચાવ્યા અને તેમને સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા.

ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનનો નવનિયુક્ત જિલ્લા કમાન્ડર મુદાસિર એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તે કુલગામના માલવાનનો રહેવાસી હતો અને તેનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે.

 

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

આ પણ વાંચો : નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતના સમાચાર : હવે જીવનસાથી પેન્શન માટે જોઈન્ટ બેંક એકાઉન્ટની જરૂર રહેશે નહીં