જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના કેટલાક સ્થળોએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સમાચાર એજન્સી ANI તરફથી મળેલી માહિતી અનુસાર અનંતનાગ (Anantnag) જિલ્લાના સિરહામા વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે, જ્યાં પોલીસ અને સુરક્ષા દળો ઓપરેશન (Encounter between Security Forces and terrorist) ચલાવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે અનંતનાગના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય કુલગામમાં પણ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આઈજીપી કાશ્મીરે જણાવ્યું કે આ એન્કાઉન્ટર કુલગામના ધીપોરા વિસ્તારમાં થઈ રહ્યું છે.
આઈજીપી કાશ્મીરે જણાવ્યું કે અનંતનાગમાં લશ્કરના આતંકવાદીઓ અને કુલગામમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ફસાયેલા છે, જ્યારે કુલગામમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશના આતંકવાદીઓ ઘેરાયેલા હોવાના અહેવાલ છે. આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સક્રિય છે. સેનાએ સોમવારે માહિતી આપી હતી કે જમ્મુ-કાશ્મીરમાં 172 આતંકવાદીઓ સક્રિય છે, જેમાં 79 વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આ સિવાય સેનાએ એ પણ જણાવ્યું કે આ સંખ્યામાં આતંકવાદીઓમાં 15 સ્થાનિક યુવાનો પણ સામેલ છે, જેઓ નવા વર્ષની શરૂઆતથી જ આતંકવાદમાં જોડાયા હતા.
Jammu & Kashmir | Security forces have neutralised one LeT terrorist in Kulgam; Operation underway
(Visuals deferred by unspecified time) pic.twitter.com/zVf9n3dJtK
— ANI (@ANI) April 9, 2022
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શોપિયાંના હરિપોરા ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીએ કહ્યું કે ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ સિવાય બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અંસાર ગજવાતુલ હિંદ અને લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની ઓળખ અંસાર ગજવાતુલ હિંદના સફત મુઝફ્ફર સોફી ઉર્ફે મુઆવિયા અને લશ્કરના ઉમર તેલી ઉર્ફે તલ્હા તરીકે કરવામાં આવી છે. તેણે કહ્યું કે બંને આ વર્ષની શરૂઆતમાં શ્રીનગરના ખોનમોહ વિસ્તારમાં સરપંચની હત્યા સહિત અનેક આતંકી કેસોમાં વોન્ટેડ હતા. અધિકારીના જણાવ્યા અનુસાર બંને આતંકીઓએ તાજેતરમાં ત્રાલમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો.
આ પણ વાંચો: Viral Video: ટ્રોલી પરથી પડી રહ્યો હતો શખ્સ, કાર ડ્રાઈવરે જે કર્યું તેને લોકોનું દીલ જીતી લીધી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-