કોંગ્રેસે નવા સંસદ ભવનને ગણાવ્યો ‘પર્સનલ વેનિટી પ્રોજેક્ટ’, જયરામ રમેશે કહ્યું ‘પૈસાનો બગાડ’

સંસદ ભવનનું નિરીક્ષણ કરતા પીએમની તસવીરો સાથે ટ્વીટ કરીને જયરામ રમેશે કહ્યું કે આ પૈસાનો બગાડ છે અને દરેક 'તાનાશાહ' પોતાની પાછળ આર્કિટેક્ચરનો વારસો છોડવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી આ પહેલા પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે.

કોંગ્રેસે નવા સંસદ ભવનને ગણાવ્યો પર્સનલ વેનિટી પ્રોજેક્ટ, જયરામ રમેશે કહ્યું પૈસાનો બગાડ
| Edited By: | Updated on: Mar 31, 2023 | 5:11 PM

કોંગ્રેસ નેતા જયરામ રમેશે નવા બની રહેલા સંસદ ભવનને લઈ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જયરામ રમેશે નવા સંસદ ભવનને પૈસાની બરબાદી ગણાવતા ‘પર્સનલ વેનિટી પ્રોજેક્ટ’ ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા બની રહેલા સંસદ ભવનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

સંસદ ભવનનું નિરીક્ષણ કરતા પીએમની તસવીરો સાથે ટ્વીટ કરીને જયરામ રમેશે કહ્યું કે આ પૈસાનો બગાડ છે અને દરેક ‘તાનાશાહ’ પોતાની પાછળ આર્કિટેક્ચરનો વારસો છોડવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી આ પહેલા પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી 10 ડિસેમ્બર 2020એ સંસદના નવા ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 971 કરોડ રૂપિયાના ખર્ચે આ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ભવનના નિર્માણનું કામ નવેમ્બર 2022 સુધી પૂર્ણ થઈ જવાનું હતું પણ કોરોના મહામારી અને અન્ય કારણસર ભવનનું કામ પૂર્ણ કરવામાં સમય લાગ્યો.

આ પણ વાંચો: Breaking News: દિલ્હીની એક અદાલતે લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો કર્યો ઇનકાર

નવું ભવન જૂના ભવન કરતા ખુબ જ અલગ

નવું ભવન જૂના ભવન કરતા ખુબ જ અલગ છે. ભવનના નિર્માણ દરમિયાન ભવિષ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તે રીતે જ સંસદના સભ્યના બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નવા ભવનમાં એક સાથે 888 સભ્ય બેસી શકે છે. ત્યારે રાજ્યસભામાં 384 સાંસદ એક સાથે બેસી શકે છે.

તે સિવાય બંને ગૃહના સભ્યોને એક સાથે બેસવા માટે અલગથી એક હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવન જૂના ભવનની તુલનામાં લગભગ 17 હજાર ચોરસ મીટર મોટુ છે અને ભવનમાં ઘણી આધુનિક સુવિધાઓ પણ છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે વડાપ્રધાન મોદી મોડી સાંજે નવા સંસદ ભવનની ઓચિંતી મુલાકાતે ગયા હતા. તેમણે એક કલાકથી વધુ સમય વિતાવી વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંસદના બંને ગૃહોમાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને બાંધકામ કામદારો સાથે પણ વાતચીત કરી.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…