
જગજીવન રામ ભારતના એક એવા રાજકારણી જેમણે દલિતો અને મજૂરોના હિતો માટે અનેક લડત ચલાવી. જેમનું સમર્થન મેળવવા માટે બ્રિટીશ સરકાર પણ હવાતિયા મારતી હતી. જગજીવન રામ ખૂબ નાની વયમાં જ ભારતના સૌથી યુવા સાંસદ બની ગયા અને આગામી 50 વર્ષ અગણિત ચૂંટણીઓ જીતી સંસદમાં ટકી રહ્યા હતા. તેમની આગેવાનીમાં જ ભારતે 1971માં ઈન્ડો-પાક યુદ્ધ જીત્યું હતુ, અને 1970ના દાયકામાં, તેઓ ભારતના પ્રથમ દલિત વડાપ્રધાન બનવાની ખૂબ નજીક પહોંચ્યા. પરંતુ કંઈક એવું બન્યું જેનાથી તેમણે વર્ષોથી કમાયેલી પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ. 5 એપ્રિલ 1908ના રોજ બિહારના ભોજપુરના ચંદવા ગામમાં રહેતા એક દલિત પરિવારને ત્યાં જન્મેલા બાબુ જગજીવન રામ સૌપ્રથમ 1937માં, ડિપ્રેસ્ડ ક્લાસ લીગના નેતા તરીકે, તેઓ ગ્રામીણ બેઠક પરથી બિહાર વિધાનસભામાં બિનહરીફ ચૂંટાયા. આ ચૂંટણીમાં બાબુ જગજીવન રામ સાથે, પક્ષના 14 અન્ય ધારાસભ્યોએ પણ ચૂંટણી જીતી. તે સમયે, બ્રિટિશ સરકાર બિહારમાં પોતાની સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, એજ કારણે તેમણે લોભ લાલચ આપી જગજીવન રામને પોતાની તરફ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ...
Published On - 5:04 pm, Mon, 24 November 25