ISRO ગગનયાન: ISRO એ હ્યૂમન રેટેડ S200 રોકેટ બૂસ્ટરનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

|

May 13, 2022 | 5:57 PM

ઇસરોના વૈજ્ઞાનિકોએ (HS200) રોકેટ બૂસ્ટર (GLSV MK 3)નું સેટેલાઇટ લોન્ચ વ્હિકલના S200 રોકેટ બૂસ્ટરના હ્યૂમન રેટેડ વર્ઝનનું પરીક્ષણ કર્યું હતું. ગગનયાન કાર્યક્રમના સંદર્ભેમાં જ આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ISRO ગગનયાન: ISRO એ હ્યૂમન રેટેડ S200 રોકેટ બૂસ્ટરનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ
ISRO Gaganyan

Follow us on

(ISRO) ઇસરોના વૈજ્ઞાનિકોએ (HS200) રોકેટ બૂસ્ટર (GLSV MK 3)નું સેટેલાઇટ લોન્ચ વ્હિકલના (S200) રોકેટ બૂસ્ટરના હ્યૂમન રેટેડ વર્ઝનનું પરીક્ષણ કર્યું હતું. ગગનયાન કાર્યક્રમના સંદર્ભેમાં જ આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતીય અવકાશ સંસોધન કેન્દ્ર (ISRO)એ શુક્રવારે હ્યૂમન રેટેડ સોલિડ રોકેટ બૂસ્ટરનું સફળ પરીક્ષણ કર્યું હતુ. એચએસ 200 રોકેડ (HS 200 Rocket)નું આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રોકેટને ગગનયાન કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ઇસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે HS200 એચએસ 200 રોકેટ બૂસ્ટર જીએલએસવી એમ કે 3 સેટેલાઇટ લોન્ચ વ્હિકલના એસ 200 રોકેટ બૂસ્ટરનું હ્યૂમન રેટેડ વર્ઝન છે. ગગનયાન કાર્યક્રમને ધ્યાનમાં રાખતા ઇસરોએ આ પરીક્ષણ કર્યું છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષણ ગગનયાન કાર્યક્રમ માટે પાયાનો પત્થર સાબિત થશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પહેલા ઇસરોના ગગનયાન કાર્યક્રમમાં તમિલનાડુના મહેન્દ્રગિરીમાં ઇસરોના પરિસરમાં 720 સેકન્ડ માટે ક્રાયોજેનિક એન્જિનની ગુણવત્તાનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. બેંગ્લૂરૂ સ્થિત એજન્સીએ જાણકારી આપતા કહ્યું હતું કે આ સફળ માનવ પરિક્ષણ – માનવ અંતરિક્ષ કાર્યક્રમ ગગયાન માટે મોટી ઉપલબ્ધિ છે. જે ગગનયાન માટે ક્રાયોજેનિક એન્જિનની વિશ્વસનિયતા અને મજબૂતીને સુનિશ્ચિત કરે છે.

HS200 રોકેટ બૂસ્ટરનું સફળ પરીક્ષણ

શુક્રની કક્ષામાં અંતરિક્ષયાન મોકલવાની તૈયારી

ચંદ્રમા અને મંગળ પર મિશન બાદ હવે ઇસરો શુક્ર ગ્રહ પર અંતરિક્ષયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેથી એ અભ્યાસ કરવામાં આવે કે સૌર મંડળના સૌથી ગરમ ગ્રહની સપાટીની નીચે શું છે અને તેના ઘેરાં સલ્ફ્યૂરિક એસિડ વાદળોની નીચેનું શું રહસ્ય છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રના અધ્યક્ષ એસ. સોમનાથે એક બેઠકને સંબોધિત કરતા જણાવ્યું હતું કે શુક્ર મિશનની પરિકલ્પના તૈયાર કરવામાં આવી છે અને પરિયોજનાનો અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

વર્ષ 2024 સુધીમાં શુક્રની કક્ષામાં અંતરિક્ષયાન મોકલશે ઇસરો

સોમનાથે જણાવ્યું હતું કે ભારત માટે શુક્રની કક્ષામાં મિશન મોકલવું એ ઓછા સમયમાં શક્ય છે કારણ કે ભારત પાસે આજે ક્ષમતા છે કે ઇસરો મિશનને મોકલવા માટે ડિસેમ્બર 2024નું લક્ષ્ય લઇને ચાલી રહ્યું છે.

Next Article