ઈસ્લામિક સ્ટેટનું ભારતમાં કોરોના જેહાદ ફેલાવવાનું કાવત્રુ, એનેસ્થેસીયાનુ ઈન્જેકશન આપીને નેતાઓની હત્યા કરવા, RSSના હોદ્દેદારો પર હુમલાનુ ષડયંત્ર

|

Oct 28, 2020 | 12:06 PM

આંતકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) દ્વારા ભારતમાં કોરોના ફેલાવીને જેહાદ કરવાનું ષડયંત્ર સામે આવ્યુ છે. દેશમાં કોરોના ફેલાવવાનુ ષડયંત્ર ઉપરાંત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના(RSS) હોદ્દેદારો ઉપર હુમલો કરવો, ભીડભાડ વાળી જગ્યાએ બોંબ ધડાકા કરવા અને મોટા નેતાઓને બેભાન કરવાનુ ઈન્જેકશન મારીને હત્યા કરવાનું કાવત્રુ ઘડ્યું હોવાનું બહાર આવ્યુ છે. ઈસ્લામિક સ્ટેટના પકડાયેલા આંતકવાદીઓની નેશનલ ઈન્વેસ્ટીગેશન […]

ઈસ્લામિક સ્ટેટનું ભારતમાં કોરોના જેહાદ ફેલાવવાનું કાવત્રુ, એનેસ્થેસીયાનુ ઈન્જેકશન આપીને નેતાઓની હત્યા કરવા, RSSના હોદ્દેદારો પર હુમલાનુ ષડયંત્ર

Follow us on

આંતકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) દ્વારા ભારતમાં કોરોના ફેલાવીને જેહાદ કરવાનું ષડયંત્ર સામે આવ્યુ છે. દેશમાં કોરોના ફેલાવવાનુ ષડયંત્ર ઉપરાંત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના(RSS) હોદ્દેદારો ઉપર હુમલો કરવો, ભીડભાડ વાળી જગ્યાએ બોંબ ધડાકા કરવા અને મોટા નેતાઓને બેભાન કરવાનુ ઈન્જેકશન મારીને હત્યા કરવાનું કાવત્રુ ઘડ્યું હોવાનું બહાર આવ્યુ છે. ઈસ્લામિક સ્ટેટના પકડાયેલા આંતકવાદીઓની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી ( NIA) દ્વારા કરાયેલી પુછપરછમાં આ ચોકાવનારી વિગતો સામે આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ઈસ્લામિક સ્ટેટ ખુરાશાન પ્રોવિસ (ISKP)ના પકડાયેલા પાંચ સભ્યો પાસેથી મળેલી વિગતોને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ ( NIA) ચાર્જશીટમાં સમાવેશ કર્યો છે. પકડાયેલા પાંચેય આરોપીઓ સીએએ કાયદા વિરુધ્ધ ભારતીયો મુસ્લીમોને ઉશ્કરી રહ્યાં હતા.

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી ( NIA) સ્થાનિક અદાલતમાં રજૂ કરેલ ચાર્જશીટમાં કહ્યુ છે કે પકડાયેલા આરોપીઓ સાદીયા અને ડોકટર ઈશફાક વચ્ચે દેશમાં કોરોનાનો વ્યાપ વધુ ફેલાવવા અંગેના કાવત્રા બાબતે ચર્ચા કરાઈ હતી. જે તેમની દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી ( NIA) કાશ્મિરી યુગલ જહાજેબ સામી અને હિના બશીર બેગ, હૈદરાબાદના અબ્દુલા બાસિત, પૂનાની સાદીયા અનવર શેખ અને નબીલ સિદ્દીક ખત્રીને આરોપી દર્શાવ્યા છે. આ બધાએ ભડકાઉ પોસ્ટ કરવાના કારણે ફેસબુકે સાદીયાનુ એકાઉન્ટ બ્લોક કરી દીધુ છે. સાદીયાના શંકાસ્પદ વર્તનને કારણે જ પૂનાની એન્ટી ટેરરીસ્ટ સ્કોર્ડે 2015માં ઊંડાણપૂર્વકની પુછપરછ કરી હતી.

પકડાયેલા પાંચેય આરોપીઓ સરકાર વિરુધ્ધ નફરત ફેલાવવાની પ્રવૃતિ કરી રહ્યા છે. આ ઉપરાંત હથિયારો માટે ફંડ ફાળો ઉધરાવી રહ્યાં છે. આઈઈડી માટે વિસ્ફોટક સામગ્રી મેળવવા, વિચારધારાનો ફેલાવો કરવા અને વિવિધ સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની કામગીરી કરી રહ્યાં છે. પકડાયેલા પાંચેય આરોપીઓ કાશ્મિરમાં આઈએસનું મથક બનાવીને દેશમાં આંતકી સંગઠનનો વ્યાપ વિસ્તારવા કામગીરી કરી રહ્યાં હતા.

ઈસ્લામિક સ્ટેટ ખુરાશાન પ્રોવિસ (ISKP)ના પકડાયેલા પાંચ સભ્યો ભીડભાડવાળા વિસ્તારોમાં બોંબ ધડાકા કરવા, નિર્દોષ મુસલમાનોને ભડકાવીને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડવા, દેશમાં નાની નાની ટુકડીઓ બનાવીને RSSના પદાધિકારીઓ ઉપર હુમલો કરવાનું કાવત્રુ કરીને દેશમાં કોમી રમખાણ સર્જવાનુ ષડયંત્ર રચ્યુ હતું. એનઆઈએ દ્વારા સૌપ્રથમવાર કાશ્મિરી યુગલને પકડયુ હતુ. જેના સમાચાર જાણીને બાકીના ત્રણેય લોકોએ, મોબાઈલ ફોન અને લેપટોપ ફોર્મેટ કરી દીધા હતા. 2019માં નબીલે પુણામાં પોતાની દુકાનમાં ડ્રેન ક્લીનર, એલ્યુમિનીયમની પન્ની અને પાણીની મદદથી જ્વલનશીલ હાઈડ્રોજન ગેસ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તોફાન દરમિયાન ગેસના ફુગ્ગાઓથી આગ લગાડવા અને બિન મુસ્લિમોની સંપતિને નુકસાન પહોચાડવા માટે કાવત્રુ કર્યું હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃ ભારે સુરક્ષા વ્યવસ્થા, કોરોનાની ગાઈડલાઈન વચ્ચે બિહાર વિધાનસભાની 71 બેઠક માટે શાંતિપૂર્ણ મતદાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article