શું પાકિસ્તાન અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની કરાવી રહ્યું છે હત્યા? જુઓ VIDEO

|

Apr 11, 2024 | 3:29 PM

અમેરિકામાં અભ્યાસ કરતા દર ચાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય મૂળનો છે. ઓપન ડોર્સના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 2.75 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ દર વર્ષે ફી અને અન્ય બાબતોમાં 9 બિલિયન ડોલર ખર્ચે છે.

શું પાકિસ્તાન અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની કરાવી રહ્યું છે હત્યા? જુઓ VIDEO
Indian students killed in America

Follow us on

નવા વર્ષ 2024ની શરુઆતથી જ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોત થયાની જાણકારી અવાર નવાર સામે આવતી રહી છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 5 વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા હતા. આ પછી ફેબ્રુઆરી, અને માર્ચ બાદ એપ્રિલમાં અત્યાર સુધી 11 વિદ્યાર્થીના મોત થઈ ચૂક્યા છે.

પાકિસ્તાન ભારતીય વિદ્યાર્થીઓની કરાવી રહ્યું છે હત્યા?

હવે આ 11 લોકોના મોત યા તો કોઈના મારી નાખવાથી થયા છે કે પછી કોઈ કારણોસર તેમનું મૃત્યું થયુ છે પણ આ સાથે યુકે અને કેનેડા જેવા દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ મરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓના મોત પાછળ શું પાકિસ્તાન કે ખાલિસ્તાન જવાબદાર છે? જો ખાલિસ્તાની વાત કરવામાં આવે તો તે પણ પાકિસ્તાના બાનમાં આવીને ભારત વિરોધી પ્રવુત્તિઓ કરી રહ્યું છે. તેની પાછળ પણ બાંગ્લાદેશની જેમ શીખ સમુદાયનું એક અલગ દેશ બનાવવાની માંગ છે. જેના માટે ભારતની વિરુદ્ધ શિખોને ભડકાવીને તેમના માટે અલગ દેશની માંગ કરી રહ્યા છે. ત્યારે ખાલિસ્તાન પર વિદ્યાર્થીઓની હત્યા પાછળ જવાબદાર હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

(video credit-  Ankit Inspires India) 

ભારતીય વિદ્યાર્થીઓના આ રીતે મોતના આકડા સામે આવવા પાછળ અન્ય દેશોની ઈષ્યા પણ જવાબદાર હોઈ શકે છે. જેમાં પાકિસ્તાન જેવો દેશ કે જે આંતકી પેદા કરતો રહ્યો છે જ્યારે બીજી તરફ ભારતના પોતાના લોકોને વધુ સક્ષમ અને કારકિર્દી ક્ષેત્રે આગળ વધારી રહ્યો છે. તેમાં પણ ભારતીય લોકો વિદેશમાં શિક્ષણ મેળવી વિદેશની ધરતી પર કોઈને કોઈ મોટા હોદ્દા પર જોવા મળે છે. ત્યારે તેને લઈને અન્ય ભારત વિરોધી દેશોની ઈષ્યા ભારતીય વિદ્યાર્થીઓના મોતનું એક કારણ પણ હોઈ શકે છે.

વિદેશોમાં ભારતીય વિદ્યાર્થી કેટલો ખર્ચ કરે છે ?

અમેરિકામાં અભ્યાસ કરતા દર ચાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય મૂળનો છે. ઓપન ડોર્સના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 2.75 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ દર વર્ષે ફી અને અન્ય બાબતોમાં 9 બિલિયન ડોલર ખર્ચે છે.

Published On - 3:26 pm, Thu, 11 April 24

Next Article