રામચરિત માનસ પરની ટિપ્પણી પર ભડકી ઉઠેલા સંતે કરી જાહેરાત, મંત્રીની જીભ કાપી લાવો અને 10 કરોડ રૂપિયા લઈ જાવ

|

Jan 12, 2023 | 11:55 AM

બિહારના શિક્ષણ ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મનુ સ્મૃતિ, રામચરિતમાનસ અને પૂર્વ આરએસએસ વડા એમએસ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે

રામચરિત માનસ પરની ટિપ્પણી પર ભડકી ઉઠેલા સંતે કરી જાહેરાત, મંત્રીની જીભ કાપી લાવો અને 10 કરોડ રૂપિયા લઈ જાવ

Follow us on

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. આ અંગે અયોધ્યાના સંત જગદગુરુ પરમહંસ આચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે. પરમહંસ આચાર્યએ કહ્યું છે કે મંત્રીને પદ પરથી બરતરફ કરવામાં આવે. આ સાથે ચંદ્રશેખરને આ રીતના વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે.

પરમહંસ આચાર્યએ કહ્યું કે માફી નહી માગવાને લઈ જે કોઈ ચંદ્રશેખરની જીભ કાપીને લાવશે તેને 10 કરોડનું ઈનામ આપવામાં આવશે. બિહારના શિક્ષણ ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મનુ સ્મૃતિ, રામચરિતમાનસ અને પૂર્વ આરએસએસ વડા એમએસ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. નાલંદા ઓપન યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમણે આ નિવેદન આપ્યું છે.

ત્રણેય પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે

યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેનાર ચંદ્રશેખરે કહ્યું કે ત્રણેય પુસ્તકોએ સમાજમાં નફરત ફેલાવી છે. રામચરિતમાનસની ટીકા કરતા આરજેડી નેતાએ કહ્યું કે આ પુસ્તક નીચલી જાતિના લોકોને શિક્ષણથી વંચિત રાખવાની વાત કરે છે. તેમણે કહ્યું કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે પણ દાવો કર્યો હતો કે ત્રણેય પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

‘જ્ઞાતિઓને શિક્ષણનો અધિકાર નથી’

કાર્યક્રમમાં બોલતા મંત્રીએ કહ્યું કે, મનુસ્મૃતિએ સમાજના 85 ટકા લોકોનો દુરુપયોગ કર્યું છે. રામચરિતમાનસમાં કહેવામાં આવ્યું છે કે નીચલી જાતિઓને શિક્ષણનો અધિકાર નથી. કહેવાય છે કે નીચલી જાતિના લોકો શિક્ષણ મેળવીને સાપ જેવા ઝેરીલા બની જાય છે. જેમ કે સાપ દૂધ પીધા પછી વધુ ઝેરી બની જાય છે.

યાદવના મતે બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરે કહ્યું કે આ પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે. મનુ સ્મૃતિએ પ્રથમ યુગમાં નફરત ફેલાવી, બીજા યુગમાં રામચરિતમાનસ અને ગોલવલકરના વિચારોના સમૂહે ત્રીજા યુગમાં નફરત ફેલાવી. તે જ સમયે, બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ આ મામલે શિક્ષણ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. પૂનાવાલાએ સત્તારૂઢ આરજેડી પર પીએફઆઈ, સિમીની તરફેણ કરવાનો અને મત માટે હિંદુ આસ્થાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. (ભાષા ઇનપુટ સાથે)

Published On - 11:55 am, Thu, 12 January 23

Next Article