આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ભારતમાં આજથી નહી રહેવુ પડે ક્વોરેન્ટાઇન, નવી માર્ગદર્શિકા લાગુ

|

Oct 25, 2021 | 9:16 AM

વિદેશથી ભારતમાં આવતા મુસાફરો માટે કોરોનાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે મુજબ જે મુસાફરે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણિત રસી લીધી હશે તેવા મુસાફરોએ માત્ર આરટી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આપવાનો રહેશે.

આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ભારતમાં આજથી નહી રહેવુ પડે ક્વોરેન્ટાઇન, નવી માર્ગદર્શિકા લાગુ

Follow us on

ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા મુજબ, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંજૂર કરાયેલ રસી લેનારાઓને ભારતમાં ક્વોરેન્ટાઇનમાં નહીં રહેવું પડે. હવે આવા મુસાફરોનએ ક્વોરેન્ટાઇનમાં રહેવાની બદલે તેઓએ કોવિડ-19 RT-PCR ટેસ્ટનો રિપોર્ટ સબમિટ કરવો પડશે.

મંત્રાલયે કહ્યું કે, કોવિડ -19 રોગચાળાની અસર સતત ઘટી રહી છે, કેટલાક પ્રાદેશિક ફેરફારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયરસની સતત બદલાતી પ્રકૃતિ અને SARS-coV-2 વેરિઅન્ટ પર નજર રાખવાની જરૂરિયાત છે. વાયરસની સતત બદલાતી સ્થિતિ ચિંતાનું કારણ છે.

1. જે મુસાફરોને આંશિક રસી આપવામાં આવી છે અથવા જેમને રસી આપવામાં આવી નથી, આવા મુસાફરોએ કોરોના પરીક્ષણ માટે રિપોર્ટ આપવાના રહેશે, ત્યારબાદ તેમને એરપોર્ટની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. સાત દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

2. નવી માર્ગદર્શિકામાં મુસાફરોની સાથે સાથે એન્ટ્રી પોઈન્ટ પર ઉભેલા મુસાફરો માટે પ્રોટોકોલ આપવામાં આવ્યા છે.

3. મંત્રાલયે કહ્યું છે કે આ માર્ગદર્શિકા સોમવાર 25મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ દસ્તાવેજની સમયાંતરે ચકાસણીના આધારે સમીક્ષા કરવામાં આવશે.

4. માર્ગદર્શિકા મુજબ, મુસાફરીનું આયોજન કરતી વખતે, તમામ મુસાફરોએ ઓનલાઈન એર ફેસિલિટી પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ સબમિટ કરવું પડશે અને નિર્ધારિત મુસાફરી પહેલાં નકારાત્મક COVID-19 RT-PCR રિપોર્ટ અપલોડ કરવો પડશે. મુસાફરી શરૂ કરતા 72 કલાક પહેલા આ પરીક્ષણ કરવું આવશ્યક છે.

5. માર્ગદર્શિકા અનુસાર કોરોનાનું સંક્રમણ ધરાવતા દેશો સિવાય, જે દેશોની સાથે WHO દ્વારા મંજૂર કરાયેલ COVID-19 રસીની પરસ્પર સ્વીકૃતિ માટે પારસ્પરિક વ્યવસ્થા છે તે દેશોના મુસાફરોને એરપોર્ટથી જવા અને આવવા પર મંજૂરી આપવામાં આવશે. આ મુસાફરોએ 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ જાતે રાખવુ પડશે.

આ પણ વાંચોઃ

Paytm IPO ને SEBI ની મંજૂરી બાદ ખુશીમાં કર્મચારીઓ વચ્ચે ફાઉન્ડર Vijay Shekhar Sharma એ કર્યો ડાન્સ, જુઓ Viral Video

આ પણ વાંચોઃ

Petrol-Diesel Price Today : આખરે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક! જાણો શું છે તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત

Next Article