
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડીંગોની ફ્લાઈટ્સ કેન્સલ થવાનો સિલસિલો આજે 9માં દિવસે પણ યથાવત્ છે. આ દરમિયાન લગભગ 5000 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ ચુકી છે. જેનાથી યાત્રિકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે અને હવે આ મુદ્દો સંસદ થી લઈને કોર્ટ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 9દિવસથી IndiGo Airlines ની બેદરકારીની સજા મુસાફરો ભોગવી રહ્યા છે. DGCA એ પાયલટ્સ અને ક્રુ મેમ્બરના હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવ્યા હતા. પરંતુ આને તમે ઈન્ડીગોની બેદરકારી સમજો કે સમજી વિચારીને ઘડેલી રણનીતિ.. તેમણે DGCA ના આ નિયમો લાગુ કરવા માટે કોઈ આગોતરુ આયોજન ન કર્યુ અને કોઈ જ તૈયારી વિના અચાનક આ નિયમો લાગુ કરી દીધા. જેના કારણે જ સમગ્ર અફરાતફરી સર્જાઈ ગઈ. પાયલોટ્સ અને ક્રુ ની શિફ્ટ ખોરવાઈ ગઈ. જેના કારણે વિમાનો ઍરપોર્ટ પરથી ઉડાન જ ન ભરી શક્યા. કારણ કે તેમને ઉડાડનારુ જ કોઈ ન હતુ. આનાથી લાખો પેસેન્જર્સ ઍરપોર્ટ્સ પર ભૂખ્યા અને તરસ્યા ફસાયેલા રહ્યા. ઈન્ડીંગોના જણાવ્યા અનુસાર તેમણે 1 થી...
Published On - 7:43 pm, Tue, 9 December 25