ભારતનો અન્નનો સ્ટોક માત્ર સ્થાનિક રીતે જ નહીં અન્ય દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ: નરેન્દ્ર સિંહ તોમર

|

Dec 02, 2021 | 6:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશમાં કૃષિ ક્ષેત્રે નવી કાર્યશૈલીનો વિકાસ થયો છે. જેના કારણે ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતનો અન્નનો સ્ટોક માત્ર સ્થાનિક રીતે જ નહીં અન્ય દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ: નરેન્દ્ર સિંહ તોમર
Union Agriculture Minister Narendra Singh Tomar

Follow us on

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)ની અધ્યક્ષતામાં સંકલિત બાગાયત વિકાસ મિશન (MIDH)ની જનરલ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં તોમરે કહ્યું હતું કે દેશમાં ખાદ્ય અને બાગાયત (Horticulture) ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તે પ્રશંસનીય છે, પરંતુ સાથે સાથે હાલના સંજોગોને જોતા આ ક્ષેત્રોમાં ઝડપી વિકાસ માટે ટુંક સમયમાં છલાંગ લગાવવાની જરૂર છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના આહ્વાન પર દેશમાં કૃષિ ક્ષેત્રે નવી કાર્યશૈલીનો વિકાસ થયો છે. જેના કારણે ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણો ખાદ્યાન્નનો ભંડાર એટલો સમૃદ્ધ છે કે સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા સાથે તે વિશ્વને પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

કોરોના રોગચાળા દરમિયાન સરકારે 80 કરોડ લોકોને 19 મહિના સુધી મફત અનાજ આપ્યું છે. આ દેશ અને કૃષિ ક્ષેત્રની મોટી તાકાત દર્શાવે છે. તોમરે કહ્યું કે આપણા દેશમાં કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે, જેણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેની પ્રાસંગિકતા સાબિત કરી છે.

 

સરકારની ખેડૂતલક્ષી નીતિઓ, ખેડૂતોની અથાક મહેનત અને વૈજ્ઞાનિકોના કાર્યક્ષમ સંશોધનને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસ વધુ આગળ વધે અને નિકાસ અને રોજગાર વધવો જોઈએ, આ બાગાયત ક્ષેત્રની મોટી જવાબદારી છે.

 

ઔષધીય પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર

તોમરે ઔષધીય પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો અને કહ્યું કે આ માટે જાગૃતિ લાવવી જોઈએ. વિસ્તારોની ઓળખ કરવી જોઈએ અને ખેડૂતોને તાલીમ આપવી જોઈએ. તેનાથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે. એ જ રીતે, સજીવ ખેતીનું વિસ્તરણ પણ શક્ય છે, જેના માટે સરકાર તાલીમ વગેરેની વ્યવસ્થા કરી રહી છે. જેમાં સૌનો સહકાર જરૂરી છે. સરકાર દ્વારા 10 હજાર નવા FPO બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

 

ભારતમાં બાગાયત

બાગાયતી પાકો (Horticultural crop)ના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે. જે વૈશ્વિક ફળ અને શાકભાજીના ઉત્પાદનના 12 ટકા જેટલું ઉત્પાદન કરે છે. વર્ષ 2019-20 દરમિયાન ભારતમાં 320.77 મિલિયન મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન થયું હતું. જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. જ્યારે 2020-21 માટે બાગાયત ઉત્પાદન 329.86 મિલિયન મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષ કરતાં પણ વધુ છે.

 

આ પણ વાંચો: IPL 2022: વિરાટ કોહલીના બદલે આ ખેલાડી બનશે RCBનો કેપ્ટન, માત્ર એક સિઝન માટે સોંપાઈ જવાબદારી!

 

આ પણ વાંચો: પ્રગતિશીલ ખેડૂત બંધુઓએ કર્યો કમાલ, રૂમમાં જ કેસરની ખેતીથી કરી લાખોની કમાણી

Published On - 8:56 pm, Wed, 1 December 21

Next Article