
આજના સમયમાં સામાન્ય ધારાસભ્યનો પગાર પણ લાખો રૂપિયામાં હોય છે, ઉપરાંત તેમને અનેક સુવિધાઓ, ભથ્થા અને સરકારી આવાસ પણ મળે છે. ત્યારે સમજી શકાય કે જો ધારાસભ્યને આટલી સુવિધાઓ મળતી હોય તો દેશના વડાપ્રધાનનો પગાર કેટલો હોય અને તેમને કેટલી સુવિધાઓ મળતી હશે. પરંતુ આજથી 78 વર્ષ પહેલા જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાનને સેલરી કેટલી હતી સાથે જ તેમને શું સુવિધાઓ મળતી હતી. આઝાદી બાદ જ્યારે વડાપ્રધાન અને અન્ય કેબિનેટ મંત્રીઓ અને સાંસદોના પગાર જ્યારે નક્કી કરવાની વાત આવી તો પંડિત નહેરૂના રાય એકદમ અલગ હતી. નહેરુ વ્યક્તિગત રીતે મંત્રીઓ અને પોતાના માટે વધુ ખર્ચ, ભથ્થા અને સુવિધાઓને લઈને સહમત નહોંતા. આ જ કારણ છે કે તેમણે તેમના વેતનમાં ઘણો ઘટાડો કરાવી દીધો હતો. બે વાર વેતનમાં કરાવ્યો ઘટાડો પંડિત જવાહર લાલ નહેરુએ સંસદ દ્વારા વડાપ્રધાન અને કેબિનેટ મંત્રીના નક્કી કરેલા 3000 રૂપિયાના પગારમાં પણ કાપકૂપ કરી હતી. તેમણે પોતાના માટે અને અન્ય મંત્રીઓ માટે માત્ર 2000 રૂપિયાના માસિક પગારની...
Published On - 9:18 pm, Thu, 13 November 25