
ભારતમાં ભૂકંપનો ભય અગાઉ કરતાં વધુ ગંભીર બન્યો છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સિસ્મિક ઝોનિંગ મેપે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. નવા નકશાના આધારે, દેશનો 61 ટકા વિસ્તાર હવે ઓછા અને ઊંચા જોખમવાળા ઝોન III થી ઝોન VI સુધી ખસેડાઈ ગયો છે, જેના પરિણામે ભૂકંપની સંભાવના વધુ વધી ગઈ છે.
સિસ્મિક ઝોનિંગ મેપ દર્શાવે છે કે કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધીની સમગ્ર હિમાલય શ્રેણી હવે સૌથી વધુ જોખમવાળા ઝોન VIમાં આવી ગઈ છે. આ વિસ્તારોમાં રહેતા લોકોએ વધારે સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે નિષ્ણાતો માને છે કે અહીં તણાવ સતત વધતો જાય છે અને 8.0 અથવા તેથી વધુ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવી શકે છે.
નવા નકશા પ્રમાણે, દેશની 75 ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં ભૂકંપ જીવલેણ સાબિત થઈ શકે છે. પહેલાં હિમાલયને ઝોન IV અને ઝોન Vમાં વહેંચવામાં આવ્યો હતો, પરંતુ નવા સંશોધન અનુસાર આ વિસ્તારમાં 200 વર્ષથી પ્લેટો અટકેલી છે, જેના કારણે ભૂકંપીય દબાણ અતિશય વધી ગયું છે.
IS 1893 (ભાગ 1): 2025 કોડ દેશભરમાં જાન્યુઆરી 2025થી અમલમાં મૂકાયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ નવી ઇમારતો, હાઇવે અને પુલોને ભૂકંપ પ્રતિરોધક બનાવવાનો છે, જેથી જાનમાલનું નુકસાન ઓછું થાય. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બાહ્ય હિમાલયમાં થનાઓ ભૂકંપ દક્ષિણ તરફ ફેલાઈ શકે છે અને હિમાલયના ફ્રન્ટલ થ્રસ્ટ સુધી પહોંચીને ભારે વિનાશ મચાવી શકે છે.
ભારતીય માનક બ્યુરો (BIS)એ સ્પષ્ટ કર્યું છે કે બધી નવી ઇમારતો માટે 2025 કોડનું પાલન આવશ્યક છે, કારણ કે હવે દેશની મોટાભાગની વસ્તી ભૂકંપને જોખમવાળા વિસ્તારોમાં રહે છે. પ્રથમ વખત એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે ઇમારતના કોઈપણ ભારે ભાગો (કુલ વજનના 1%થી વધુ) ભૂકંપ દરમિયાન પડી ન જાય તે માટે સુરક્ષિત રીતે બંધાયેલા હોવા જોઈએ. આ નિયમ માળખાકીય તેમજ બિન-માળખાકીય બંને સલામતીને આવરી લે છે.
સરળ ભાષામાં કહીએ તો, સિસ્મિક ઝોનેશન નકશો દેશને ભૂકંપના જોખમના આધારે જુદા ઝોનમાં વિભાજિત કરે છે:
આ નકશો પીક ગ્રાઉન્ડ એક્સિલરેશન (PGA) પર આધારિત છે, જે ગુરુત્વાકર્ષણ (g)ની ટકાવારી રૂપે જમીન ધ્રુજારીની તીવ્રતા દર્શાવે છે.