ધ્યાન રાખજો ! ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોની ઊંઘ બગાડવી હવે ભારે પડશે, Railwayએ જાહેર કરી ગાઈડલાઈન

|

Jan 21, 2022 | 4:58 PM

ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અંતર્ગત ટ્રેનમાં મોટેથી વાત કરવા અને મોટા અવાજે સંગીત સાંભળવા અને સહ-પ્રવસીઓને હેરાન કરવા પર કાર્યવાહી થઈ શકે છે

ધ્યાન રાખજો ! ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોની ઊંઘ બગાડવી હવે ભારે પડશે, Railwayએ જાહેર કરી ગાઈડલાઈન
Penalty for disturbing fellow passenger in train (Representational image)

Follow us on

ભારતીય રેલ્વેને (Indian Railways) આપણે દેશની લાઈફલાઈન કહીશું તો તે અતિશયોક્તિ નહી હોય. દેશના નીચલા વર્ગથી લઈને ઉચ્ચ વર્ગના લોકો ભારતીય રેલ્વેમાં મુસાફરી કરે છે, જે દરરોજ કરોડો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જાય છે. ઘણા લોકો નિયમિતપણે ટ્રેનમાં મુસાફરી (Rail Transport) કરે છે. કેટલાક લોકો વર્ષમાં 2-4 વખત તો ઘણા લોકો એવા છે રોજે રોજ મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી અન્ય મુસાફરી કરતાં માત્ર સસ્તી નથી પણ સલામત અને આરામદાયક પણ હોય છે. આ જ કારણ છે કે જ્યારે પણ આપણે પરિવાર કે મિત્રો સાથે ક્યાંક જવાનું થાય છે ત્યારે ટ્રેન પસંદ કરીએ છીએ. આ સાથે જ ટ્રેનોમાં(Trains) એકલા મુસાફરી કરતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે.

જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અંતર્ગત ટ્રેનમાં મોટેથી વાત કરવા અને મોટા અવાજે સંગીત સાંભળવા પર કાર્યવાહી થઈ શકે છે. ભારતીય રેલ્વેએ તેના મુસાફરોને આરામદાયક અને સુવિધાજનક મુસાફરી સેવા પૂરી પાડવાની દિશામાં જરૂરી નિર્ણયો લીધા છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો રાત્રે શાંતિથી સૂઈ શકે છે, તેથી ટ્રેનમાં મોટેથી બોલનારા અને મોટા અવાજે સંગીત સાંભળનારાઓ અને અન્ય પ્રવાસીઓની ઊંઘ બગાડતા તત્વો સામે કડક પગલાં લેવાઈ શકે તેવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો

સહ-પ્રવાસીઓની ફરિયાદો રેલવે સ્ટાફને કરી શકશો

જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન, કોઈ મુસાફરને તેના સહ-પ્રવાસીના વલણને કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે અથવા તેની ઊંઘમાં ખલેલ પહોંચે છે, તો તે રેલવે સ્ટાફને ફરિયાદ કરી શકે છે. જે બાદ સંબંધિત રેલવે સ્ટાફે ધ્યાને લઈને જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. જો ફરિયાદ બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવે તો આ સમગ્ર મામલે રેલવેના સંબંધિત કર્મચારીઓની જવાબદારી રહેશે. અહેવાલો અનુસાર, રેલ્વે મંત્રાલયે ભારતીય રેલ્વેના તમામ ઝોનને તાત્કાલિક અસરથી આદેશોનું પાલન કરવા સૂચનાઓ જારી કરી છે.

રાત્રે 10 વાગ્યા પછી ટ્રેનોમાં લાઇટ નહીં પડે

રેલ્વેની ગાઈડલાઈન મુજબ ટ્રેનમાં મુસાફરી કરનાર કોઈપણ મુસાફર રાત્રે 10 વાગ્યા પછી ન તો મોટા અવાજમાં વાત કરી શકે છે અને ન તો મોટા અવાજે સંગીત સાંભળી શકે છે. આ સિવાય રાત્રે 10 વાગ્યા પછી નાઈટ લેમ્પ સિવાયની તમામ લાઇટો બંધ કરવાની રહેશે. જ્યારે રાત થાય ત્યારે ગ્રુપમાં મુસાફરી કરતા લોકો પણ ગપસપ કરી શકશે નહીં. આ ઉપરાંત ટ્રેનમાં ફરજ બજાવતો સ્ટાફને પણ રાત્રે શાંતિથી કામ કરવાનું રહેશે જેથી મુસાફરોની ઊંઘમાં ખલેલ ન પહોંચે.

આ પણ વાંચો:

ભારત માટે ખતરાની ઘંટી ? હિંદ મહાસાગરમાં Iran, Russia અને Chinaની સંયુક્ત કવાયત શરૂ

આ પણ વાંચો:

PM મોદીની મોટી જાહેરાત, ઈન્ડિયા ગેટ પર સ્થાપિત થશે Netaji Subhas Chandra Boseની ભવ્ય પ્રતિમા