Indian Railways Scam: રેલવેમાં થયો ‘તેલ પર ખેલ’ ! કરોડોના કૌભાંડનો થયો ખુલાસો, ડીઝલ લીધા વિના નાંણાની ચૂકવણીનો આક્ષેપ

|

May 09, 2023 | 11:55 AM

નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે દ્વારા હાઈ-સ્પીડ ડીઝલની ખરીદીના ઓડિટમાં જાણવા મળ્યું છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જાન્યુઆરી-સપ્ટેમ્બર 2022 દરમિયાન રૂ. 243 કરોડનું રૂપિયાની વધારાની ચુકવણીની જાણ થઈ છે.

Indian Railways Scam: રેલવેમાં થયો તેલ પર ખેલ ! કરોડોના કૌભાંડનો થયો ખુલાસો, ડીઝલ લીધા વિના નાંણાની ચૂકવણીનો આક્ષેપ
Indian Railways Scam

Follow us on

ભારતીય રેલવે(Indian Railways) માં હાઈ સ્પીડ ડીઝલની ખરીદીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તકેદાર વિભાગની વિજિલેન્સ ટીમ દ્વારા નિયમિત તપાસમાં બહાર આવ્યું છે કે ભારતીય રેલવે દ્વારા રાષ્ટ્રીય તેલ કંપનીઓ પાસેથી હાઇ સ્પીડ ડીઝલની ખરીદીમાં ગેરરીતિઓ મળી આવી છે. ધ હિન્દુમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં રેલવેના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે દ્વારા હાઈ-સ્પીડ ડીઝલની ખરીદીના ઓડિટમાં જાણવા મળ્યું છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જાન્યુઆરી-સપ્ટેમ્બર 2022 દરમિયાન રૂ. 243 કરોડનું રૂપિયાની વધારાની ચુકવણીની જાણ થઈ છે.

આ પણ વાંચો: હવે તમારે સ્પામ કોલથી નહીં થવુ પડે પરેશાન, Truecaller સપોર્ટ ટૂંક સમયમાં WhatsApp પર થશે ઉપલબ્ધ

જાહેર કરવામાં આવી ચેતવણી

તપાસ ટીમે આ ગેરરીતિ અંગે રેલવે બોર્ડને જાણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના મુખ્ય નાણાકીય સલાહકારને તેલ કંપનીઓને કરવામાં આવેલી વધારાની ચૂકવણીની વસૂલાત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તકેદારી વિભાગે અન્ય ઝોનને તેમની તરફથી પણ આવી કોઈ વધારાની ચુકવણી કરવામાં આવી છે કે કેમ તે તપાસવા જણાવ્યું છે. આ સાથે, તકેદારી વિભાગને પણ ‘ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ટાળવા માટે સિસ્ટમ સ્થાપિત કરવા આગ્રહ પણ કર્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સવાલોના ઘેરામાં આવી ચૂકવણી

વિજિલન્સ ટીમ દ્વારા ચૂકવણીની તપાસના કાર્યક્ષેત્ર હેઠળ જાહેર એલર્ટ બાદ ભારતીય રેલવેના 16 ઝોનમાં રાષ્ટ્રીય તેલ કંપનીઓને કરવામાં આવેલી ચૂકવણીઓ સવાલોના ઘેરામાં છે. રિપોર્ટમાં રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે ઓઈલ કંપનીઓને કરવામાં આવેલી ચૂકવણીની તપાસ કરવા માટે આંતરિક ઓડિટ કરીશું. અમારી પાસે અન્ય ઝોનમાં થયેલા કૌભાંડોની માહિતી છે. રેલવે હાઈ સ્પીડ ડીઝલ મોટી માત્રામાં ખરીદે છે અને તેમાં એક નાનકડો ફેરફાર પણ કરોડો રૂપિયામાં થઈ જશે.

ઉત્તર પૂર્વ સરહદ રેલવે તરફ પાંચ વિભાગોમાં ડીઝલ એન્જિનવાળી ટ્રેનો ચલાવવામાં આવે છે અને હાઇ સ્પીડ ડીઝલ મોટા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, તકેદારી વિભાગે રેલવે બોર્ડને લખેલા પોતાના પત્રમાં કહ્યું છે કે ઓઈલ કંપનીઓના બિલની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે કિંમતો તરીકે વસૂલવામાં આવેલી રકમ નજીકના પેટ્રોલ પંપની કિંમતો કરતા 25 થી 40 ટકા વધુ છે. જેના કારણે રેલવેને મળતા તેલના ભાવમાં અસાધારણ વધારો થયો છે.

ટૂંક સમયમાં જ રકમ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે

તકેદારી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ પર કાર્યવાહી કરતા, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના અધિકારીઓએ ઓઈલ કંપનીઓને કરવામાં આવેલી વધારાની ચૂકવણીની રકમ વસૂલ કરવા અને પછીના બિલોમાં બાકીની રકમને સમાયોજિત કરવા પગલાં લીધાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેલ કંપનીઓ સાથે રેલવે બોર્ડના રેટ કોન્ટ્રાક્ટની કલમ 12(a)નું ઉલ્લંઘન કરીને વધારાની ચુકવણી કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:50 am, Tue, 9 May 23

Next Article