વિશ્વમાં કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી(Powerful passport) છે અને કયા દેશનો પાસપોર્ટ નબળો છે તે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (International Air Transport Association) દ્વારા આપવામાં આવતા ડેટા પર આધારિત હોય છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે 2022ના (Henley Passport Index 2022) પહેલા ક્વાર્ટર માટે 199 દેશોના પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં ભારતે (Indian Passport) પોતાના 2021માં મેળવેલ 90th રેન્કમાં 7 સ્થાનના સુધારા સાથે 2022માં 83th ક્રમ મેળવ્યો છે.
ભારતે તેની પાસપોર્ટ શક્તિમાં સુધારા સાથે જ્યારે 83માં ક્રમે છે ત્યારે હવે ભારતીય પાસપોર્ટ ધારકો Prior Visa વિના 60 દેશોમાં પ્રવેશ મેળવી શકે છે. 2021 માં, વિઝા ફ્રી સ્કોપ 58 દેશો માટેનો હતો. ઓમાન અને આર્મેનિયા એ Prior Visa આવશ્યકતાઓની સૂચિમાં ઉમેરવામાં આવેલા નવીનતમ 2 દેશ છે. આનો મતલબ એ છે કે આ 60 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધારકો સરળતાથી Visa-on-arrival ની સુવિધા મેળવી શકશે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2006 થી દર વર્ષે પાસપોર્ટ રેન્કિંગ જારી કરે છે, જે દર્શાવે છે કે વિશ્વમાં કયા દેશ પાસે સૌથી સ્વતંત્ર પાસપોર્ટ છે. છેલ્લા 16 વર્ષથી જાહેર થતી આ પાસપોર્ટ રેન્કિંગ માટે પાછલા બે વર્ષમાં કોવિડ મહામારીના કારણે વધુ મહત્વપૂર્ણ બની ગયા છે. કોવિડ મહમારીને કારણે લાદવામાં આવેલા ટેમ્પરરી નિયંત્રણોને પાસપોર્ટની રેન્કિંગમાં સામેલ કરવામાં આવ્યા નથી. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ-2022 રિપોર્ટ મુજબ 192 દેશોમાં જાપાન (Japan) અને સિંગાપોર (Singapore) પ્રથમ ક્રમે છે અને જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ ધારકો 192 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.
રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી પાવરફૂલ પાસપોર્ટ
1. જાપાન, સિંગાપોર (192 દેશ)
2. જર્મની, દક્ષિણ કોરિયા (190 દેશ)
3. ફિનલેન્ડ, ઇટલી, લકસ્મબર્ગ, સ્પેન (189 દેશ)
4. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્વીડન (188 દેશ)
5. આયર્લેન્ડ, પોર્ટુગલ (187 દેશ)
6. બેલ્જિયમ, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ (186 દેશ)
7. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ગ્રીસ, માલ્ટા (185 દેશ)
8. પોલેન્ડ, હંગેરી (183 દેશ)
9. લિથુઆનિયા, સ્લોવાકિયા (182 દેશ)
10. એસ્ટોનિયા, લાટવિયા, સ્લોવેનિયા (181 દેશ)
રેન્કિંગ મુજબ 2022ના સૌથી નબળા પાસપોર્ટ
104. ઉત્તર કોરિયા (39 દેશ)
105. નેપાળ અને પેલેસ્ટિનિયન પ્રદેશો (37 દેશ)
106. સોમાલિયા (34 દેશ)
107. યમન (33 દેશ)
108. પાકિસ્તાન (31 દેશ)
109. સીરિયા (29 દેશ)
110. ઈરાક (28 દેશ)
111. અફઘાનિસ્તાન (26 દેશ)
વૈશ્વિક મુસાફરી પર મહામારીની અસર વિશે ટિપ્પણી કરતા, હેનલી એન્ડ પાર્ટનર્સના ચેરમેન અને પાસપોર્ટ ઇન્ડેક્સ કોન્સેપ્ટના શોધક ડૉ. ક્રિશ્ચિયન એચ. કેલિને ( Dr. Christian H. Kaelin) જણાવ્યું હતું કે કોવિડ મહામારી પછીની રિકવરી માટે માઈગ્રેશન ચેનલો ખોલવી જરૂરી છે.અમીર દેશોએ વિશ્વભરમાં માનવ અને ભૌતિક સંસાધનોને પુનઃવિતરણ અને પુનઃસંતુલિત કરવામાં મદદ કરવાના પ્રયાસરૂપે હકારાત્મક માઈગ્રેશનને પ્રોત્સાહિત કરવાની જરૂર છે જેથી આ દેશોમાં કર્મચારીઓની ગુણવત્તામાં પણ વધારો થશે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :