ભારતીય સેના (Indian Army)ના આધુનિકીકરણ પર વાત કરતા આર્મી ચીફ જનરલ એમએમ નરવણે(Army Chief General M.M Naravane)એ કહ્યું છે કે સેના ઝડપથી આધુનિકીકરણમાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું, “ભારતીય સેના તેની ઓપરેશનલ જરૂરિયાતો માટે સ્વદેશી ઉકેલો શોધી રહી છે. હું દરેકને ખાતરી આપું છું કે આત્મનિર્ભર ભારતના વિઝનને સરળ બનાવવા માટે ભારતીય સેના હંમેશા અમારી ભૂમિકા માટે ઉભી રહેશે.”
આ પહેલા નરવણે બુધવારે બે દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. અહીં તેમણે સુરક્ષાની સ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. પુંછ અને રાજૌરી જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન વચ્ચે લગભગ બે અઠવાડિયામાં આર્મી ચીફ બીજી વખત જમ્મુની મુલાકાતે આવ્યા હતા.
17 ઓક્ટોબરના રોજ એમએમ નરવણેએ પૂંછમાં અથડામણ દરમિયાન શહીદ થયેલા સુબેદાર અજય સિંહ અને નાઈક હરેન્દ્ર સિંહના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. અજય સિંહ અને હરેન્દ્ર સિંહે મેંધરના નાર-ખાસ જંગલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
ભારતીય સેનાએ ટ્વીટ કર્યું હતું કે ‘સેના પ્રમુખ એમએમ નરવણે અને તમામ રેન્કના અધિકારીઓ બહાદુર સુબેદાર અજય સિંહ અને નાઈક હરેન્દ્ર સિંહને સલામ કરે છે, જેમણે પૂંછ અભિયાન દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.’ આપને જણાવી દઈએ કે 27 દિવસ સુધી આતંકવાદીઓની ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન પછી સુરક્ષા દળોએ શનિવારે રાજૌરી જિલ્લાની આસપાસના વિસ્તારમાં તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું. મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ સપ્તાહથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં સુરક્ષાદળોને આતંકીઓને શોધવામાં કોઈ સફળતા મળી નથી.
પૂંછ જિલ્લાના સુરનકોટ-મેંધારના પહાડી વિસ્તારમાં સ્થિત જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. જો કે, શનિવારે સુરક્ષા દળોએ તેમના સર્ચ ઓપરેશનનો વિસ્તાર રાજૌરી જિલ્લા સુધી લંબાવ્યો હતો. પુંછ અને રાજૌરી જિલ્લાઓ પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા (Line Of Control) પર સ્થિત છે અને બંને જિલ્લા 10 ઓક્ટોબરથી હાઈ એલર્ટ પર છે.
આ પણ વાંચો: Zika Virus: તો શું પ્લેનથી કાનપુર પહોંચ્યો ઝિકા વાયરસ ? એરફોર્સે તપાસ ન કરી હોત તો ડિટેક્ટ જ ન થાત વાયરસ
આ પણ વાંચો: IRCTC આજથી શરૂ કરશે ‘શ્રી રામાયણ યાત્રા’ ટૂર, જાણો ભાડું અને ટાઈમટેબલ