Indian Army: આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વાએ(Hemant Biswa) જણાવ્યું કે, ભારતીય સેના ઐતિહાસિક બ્રહ્મપુત્રા નદીની નીચે એક સુરંગ બનાવશે. આ ટનલની (Tunnel) મદદથી ભારતીય સેનાને ચીનને ઘેરવામાં મદદ મળશે. CM હિમંત બિસ્વાના જણાવ્યા અનુસાર, નદીની નીચે બનનાર આ ટનલ મનાલીની અટલ ટનલ (Atal Tunnel) જેવી હશે. વધુમાં જણાવ્યું કે,અરુણાચલ પ્રદેશ સાથે ચીનની સરહદ પર પડોશી દેશની આક્રમક નીતિઓને કારણે આ ટનલ ખૂબ મહત્વની સાબિત થશે.
ટનલ નિર્માણમાં 5000 કરોડનો ખર્ચ કરવામાં આવશે
હેમંત બિસ્વાના જણાવ્યા અનુસાર,આ સુરંગ બ્રહ્મપુત્ર નદીની (Brahmaputra River) નીચે મીસાથી શરૂ થશે અને તેજપુર સુધી જશે અને તેની લંબાઈ 12 થી 15 કિલોમીટરની આસપાસ હશે. હેમંત બિસ્વાએ જણાવ્યું હતુ કે, આસામમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચવા માટે ચીન પાસે 5 રસ્તા છે, જ્યારે ભારત પાસે માત્ર એક જ રસ્તો છે જે બોમડિલામાંથી પસાર થાય છે.
ઉપરાંત સેનાએ વધુ રસ્તા બનાવવાની યોજના બનાવી છે, જેથી અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ચીનની સરહદને માર્ગ દ્વારા જોડી શકાય. વધુમાં કહ્યું કે, જે ટનલ બનાવવામાં આવશે તેની મદદથી સેનાને કોઈપણ પરિસ્થિતિમાં તૈયાર રહેવા સક્ષમ બનાવશે.આપને જણાવી દઈએ કે, આ ટનલ બનાવવામાં 4,000 થી 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
ચીન સરહદ નજીક પ્રથમ વખત ટનલ બનાવવામાં આવશે
અહેવાલોનું માનીએ તો, મોદી સરકારે બ્રહ્મપુત્રા નદીની નીચે ચાર લેન ટનલ (Lane Tunnel) બનાવવાની મંજૂરી ગયા વર્ષ જ આપી હતી, જે ટનલ આસામના ગોહપુર અને નુમાલીગઢ શહેરને જોડવામાં આવશે. આપને જણાવી દઈએ કે બ્રહ્મપુત્રા નદી આસામ અને અરુણાચલ પ્રદેશમાંથી થઈને તિબેટ (Tibet)અને પછી ચીનમાં જાય છે. જો બ્રહ્મપુત્ર નદીની નીચે એક સુરંગ બનાવવામાં તે ચીન સરહદ નજીક બનાવવામાં આવેલી પ્રથમ ટનલ હશે.
હથિયારો પહોંચાડવામાં સરળતા રહેશે
અહેવાલો અનુસાર, ચીનના જિયાંગસુ પ્રાંતમાં તાઈહુ તળાવની નીચે બનાવવામાં આવી રહેલી સુરંગ કરતાં આ ટનલ લાંબી હશે. ઉપરાંત આ ટનલ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વની સાબિત થશે, કારણ કે આ સુરંગની મદદથી આસામ (Assam) અને અરુણાચલ પ્રદેશ જોડાયેલા રહી શકશે. જો સૂત્રોનું માનીએ તો, સુરંગની મદદથી લશ્કરી પુરવઠો અને શસ્ત્રોનો પુરવઠો પહોંચાડવામાં પણ મદદ થશે.
આપને જણાવવું રહ્યું કે,આ ટનલની અંદર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડી શકશે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાએ સરકારને બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવા અંગે જણાવ્યું હતુ. સેનાએ જણાવ્યું કે, “દુશ્મનો પુલને સરળતાથી નિશાન બનાવી શકે છે, પરંતુ સુરંગના કારણે એવું થશે નહિ.”
આ પણ વાંચો: RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?