INDIAN ARMY : નવું વર્ષ શરૂ થઈ ગયું છે, સાથે જ નવા વર્ષના આ અવસર પર ભારતીય સેના (Indian Army)એ ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. આ પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાએ પાકિસ્તાન સેના સાથે નિયંત્રણ રેખા (Line of Control) પર શાંતિ જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
નવા વર્ષનું ઉષ્માભેર સ્વાગત કરતા, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પર આ પ્રસંગે પાકિસ્તાની સેનાને મીઠાઈઓ આપી હતી. ભારતીય સેના (INDIAN ARMY) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સેનાએ ચીલેહાણા-તિથવાલ ક્રોસિંગ પોઈન્ટ (Chilehana Tithwal Crossing Point) પર પાકિસ્તાની સેનાને નવા વર્ષની મીઠાઈઓ આપી છે. આ દરમિયાન, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવાની તૈયારી દર્શાવતા પાકિસ્તાનને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
Indian and Pakistani Army officials exchange sweets, greetings at four locations namely Mendhar Hot Springs Crossing pt, Poonch Rawlakot crossing pt, Chakoti Uri Crossing pt, and Chilliana Tithwal Crossing pt along the Line of Control (LoC) today.#IndianArmy #TV9News pic.twitter.com/XHq46DT3yE
— tv9gujarati (@tv9gujarati) January 1, 2022
ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેના આ ક્ષેત્રમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે વર્ષોથી આવા સદ્ભાવના પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, આવા સદ્ભાવના પ્રયાસોનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને મધુર અને મજબૂત બનાવવાનો છે. જેનાથી પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરી શકાય.
ભારતીય સેનાના આ પ્રયાસોને કારણે, નિયંત્રણ રેખા (એલઓસી) પર Ceasefire ચાલુ છે અને ગયા વર્ષે ફેબ્રુઆરીથી, નિયંત્રણ રેખા (એલઓસી) પર શાંતિ છે. જે અંતર્ગત સરહદી ગામોના લોકોને રાહત મળી છે. તો ત્યાં લોકોએ નિયંત્રણ રેખા પરના ગામડાઓમાં શાંતિ જાળવવાના ભારતીય સેનાના આ પ્રયાસોની પ્રશંસા કરી છે.
ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું કે નવા વર્ષ પર પાકિસ્તાની સેનાને મીઠાઈ આપવાનો ધ્યેય જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવાનો અને વિસ્તારને વિકાસની દિશામાં આગળ વધારવાનો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતીય સેનાના આ સકારાત્મક પ્રયાસો લાંબા સમય સુધી નિયંત્રણ રેખા (એલઓસી) પર શાંતિ જાળવી રાખશે અને બંને સેનાઓ વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિને આગળ વધારવામાં મદદ કરશે.
નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ લાગુ કરવામાં આવતો નથી, ત્યારે પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગ સહિત રોકેટ છોડવામાં આવે છે, જે સરહદી ગામોમાં પડે છે. ઘણી વખત એવું બન્યું છે કે, પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા હુમલાને કારણે સેનાની સાથે સરહદી ગામોને પણ જાનમાલનું નુકસાન સહન કરવું પડ્યું છે.
આ પણ વાંચો : Uttarakhand Election:કોંગ્રેસે 45 ઉમેદવારના નામ નક્કી કર્યા, ચૂંટણી લડવા માટે રાવતનું પત્તુ અકબંધ
Published On - 1:48 pm, Sat, 1 January 22