સુખોઈ એરકાફ્ટથી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ થઈ લોન્ચ, ટાર્ગેટ થયો તબાહ

|

Dec 29, 2022 | 8:04 PM

બ્રહ્મોસ મિસાઈલનું આ પરિક્ષણ સફળ રહ્યુ છે. તેની મદદથી એરફોર્સની શક્તિમાં વધારો થશે. આ બ્રહ્મોસ મિસાઈલનું પરિક્ષણ ભારતીય વાયુસેના દ્વારા બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. તેની જાણકારી આજે ગુરુવારે ભારતીય વાયુ સેના એ આપી છે.

સુખોઈ એરકાફ્ટથી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ થઈ લોન્ચ, ટાર્ગેટ થયો તબાહ
Supersonic BrahMos missile launched
Image Credit source: Twitter

Follow us on

ભારતીય સેનાને દુનિયાની સૌથી તાકતવર સેનામાંથી એક માનવામાં આવે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોના સૈનિકો 24*7 દેશની સરહદ પર નાગરિકોની રક્ષા માટે તૈનાત રહે છે. ભારતીય સેના એ ફરી એકવાર નવુ પરાક્રમ કરી બતાવ્યુ છે. ભારતીય વાયુ સેનાએ બ્રહ્મોસ મિસાઈલના એક્સિટેન્ડેડ વર્ઝનને લોન્ચ કર્યુ છે. તેને સુખોઈ એસયૂ-30 એમકેઆઈ એરક્રાફ્ટથી લોન્ચ કરવામાં આવ્યુ છે. ભારતીય વાયુ સેનાના જણાવ્યા અનુસાર આ મિસાઈલની મદદથી સેટ કરવામાં આવેલા ટાર્ગેટને તબાહ કરવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર બ્રહ્મોસ મિસાઈલ એ બંગાળની ખાડીમાં ટાર્ગેટ કરવામાં આવેલા યુદ્ધ જહાજને નિશાન બનાવ્યુ હતુ.

બ્રહ્મોસ મિસાઈલનું આ પરિક્ષણ સફળ રહ્યુ છે. તેની મદદથી એરફોર્સની શક્તિમાં વધારો થશે. આ બ્રહ્મોસ મિસાઈલનું પરિક્ષણ ભારતીય વાયુસેના દ્વારા બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. તેની જાણકારી આજે ગુરુવારે ભારતીય વાયુ સેના એ આપી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ થઈ લોન્ચ

 

ભારતીય વાયુ સેના એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ભારતીય વાયુ સેના એ બ્રહ્મોસ મિસાઈલના એક્સટેન્ડેડ વર્ઝનને સફળતાપૂર્વક લોન્ટ કર્યુ છે. એસયૂ-30 એમકેઆઈ એરક્રાફ્ટની મદદથી એક યુદ્ધ જહાજને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ. જેના પર બ્રહ્મોસ મિસાઈલનો સટિક નિશાનો લાગ્યો છે. આ પરિક્ષણથી સેનાને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ પરિક્ષણ ભારતીય વાયુ સેના, બીએપીએલ, એસએએલ અને ડીઆરડીઓની મહેનતને કારણે સફળ થયુ છે.

આ નવા પરક્ષિણથી જાણવા મળ્યુ કે પોતાના લક્ષ્યથી 400 કિલોમીટર સુધીના અંતરથી નિશાન બનાવીને બ્રહ્મોસ મિસાઈલ ટાર્ગેટને તબાહ કરી શકે છે. તે એક એન્ટી શિપ વર્ઝન ટેન્ક હતુ, જેનો ઉપયોગ જહાજોને તબાહ કરવા માટે થઈ શકે છે. આ બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ પહેલીવાર દરિયાની ઉપર કરવામાં આવ્યો છે, જે પોતાના ટાર્ગેટને હિટ કરવામાં સફળ રહ્યુ છે. આ પરાક્રમનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Next Article