Breaking News: એર માર્શલ આશુતોષ દીક્ષિત બનશે ‘નવા વાયુસેના પ્રમુખ’, 31 ઓક્ટોબરથી સંભાળશે ‘કમાન’

ભારતીય વાયુસેનાને નવા ચીફ મળી ગયા છે. એર માર્શલ આશુતોષ દીક્ષિત 31 ઓક્ટોબરથી વાયુસેનાના નવા પ્રમુખ તરીકે કમાન સંભાળશે. 3,500 કલાકથી વધુ ફાઇટર પ્લેન ઉડાડવાનો અનુભવ ધરાવતા એર માર્શલ દીક્ષિતે તેજસ વિમાન જેવા સ્વદેશી પ્રોજેક્ટ્સમાં પણ મોટો ભાગ ભજવ્યો છે.

Breaking News: એર માર્શલ આશુતોષ દીક્ષિત બનશે નવા વાયુસેના પ્રમુખ, 31 ઓક્ટોબરથી સંભાળશે કમાન
| Updated on: Oct 06, 2026 | 8:24 PM

એર માર્શલ આશુતોષ દીક્ષિતને ભારતીય વાયુસેનાના આગામી ‘ચીફ ઓફ ધ એર સ્ટાફ’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમની નિમણૂક 31 ઓક્ટોબર 2026ની બપોરથી એર ચીફ માર્શલના પદ પર પ્રભાવશાળી થશે. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2028 સુધી રહેશે.

આશુતોષ દીક્ષિત હાલના વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ. પી. સિંહ પછી આ જવાબદારી સંભાળશે. એ. પી. સિંહે સપ્ટેમ્બર 2024માં ચીફ ઓફ ધ એર સ્ટાફનું પદ સંભાળ્યું હતું.

લગભગ ચાર દાયકાનો લાંબો અનુભવ

એર માર્શલ આશુતોષ દીક્ષિતને 6 ડિસેમ્બર 1986ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન કરવામાં આવ્યા હતા. તેમણે નેશનલ ડિફેન્સ એકેડેમી, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમની પાસે વિવિધ પ્રકારના વિમાનો પર 3,500 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે.

તેમના લાંબા કરિયરમાં તેઓ ઘણી મહત્વપૂર્ણ ઓપરેશનલ અને સ્ટાફ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેઓ મિરાજ-2000 સ્ક્વોડ્રનની કમાન સંભાળી ચૂક્યા છે અને એર ફોર્સ ટેસ્ટ પાયલોટ્સ સ્કૂલમાં ડિરેક્ટિંગ સ્ટાફ પણ રહ્યા છે. આ સિવાય એર હેડક્વાર્ટરમાં પ્રોજેક્ટ્સ અને પ્લાનિંગ સાથે જોડાયેલી મહત્વની જવાબદારીઓ પણ સંભાળી છે.

તેજસ સહિત સ્વદેશી પ્રોજેક્ટ્સ પર રહ્યો ‘ફોકસ’

દીક્ષિતના કરિયરમાં સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી અને વિમાનો સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પણ મહત્વપૂર્ણ રહ્યા છે. તેઓ એલસીએ (LCA) તેજસ સહિત અનેક વિમાન કાર્યક્રમો સાથે જોડાયેલા રહ્યા છે. જુલાઈ 2026માં તેમણે વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફનું પદ સંભાળ્યું હતું.

તેમને તેમની સેવાઓ માટે પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વાયુ સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. હવે 31 ઓક્ટોબરથી તેમની સામે ભારતીય વાયુસેનાની કમાન સંભાળવાની નવી જવાબદારી હશે.

Breaking News : અમદાવાદના ઔડા વિસ્તારમાં વિકાસને વેગવંતો કરે તેવો નિર્ણય, મોટેરા-કરાઈમાં જમીનના ઝોનમાં ફેરફાર

Follow Us
Loading...
Unable to load recommendations.