
અમેરિકાની સત્તા સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર ટેરિફ બોંબ ફોડ્યો હતો. ભારત પણ તેમાંથી બાકાત બિલકુલ નથી. અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. જો કે પાછળથી બહુ હોહા થયા બાદ ટ્રમ્પે 90 દિવસની છૂટ આપી હતી. હવે આ 90 દિવસની છૂટ 9 જૂલાઈએ પુરી થઈ રહી છે. ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે ડિલ થવાની છે. ટ્રેડ ડિલને લઈને બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. રવિવારે એવા ન્યૂઝ મળ્યા છે કે 9 જૂલાઈએ ઈન્ડિયા-યુએસ વચ્ચે આ ડિલ થઈ જશે. જો કે આ પહેલો મોકો નથી જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને કંઈક કહેવામાં આવ્યુ હોય. આ પહેલા ટ્રમ્પ 7 વાર આ ડીલને લઈને વાત કરી ચુક્યા છે. શું છે ભારત અમેરિકાની ટ્રેડ ડીલ ટ્રેડ ડિલ દ્વારા ભારત અને અમેરિકા નક્કી કરી લેશે કે ભારતનો સામાન અમેરિકામાં વેચવા માટે તેને કેટલો ટેક્સ આપવો પડશે. તો અમેરિકી પ્રોડક્ટ્સ ભારતમાં વેચવા માટે કેટલો ટેક્સ ચુકવવો પડશે. ટ્રમ્પ...
Published On - 12:00 am, Wed, 2 July 25