Corona રસીકરણને લઈ ભારતે બનાવ્યો આ રેકોર્ડ

દેશમાં Corona  સંક્રમણથી બચવા માટે  ભારતે શરૂ કરેલા રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે રેકોર્ડ બનાવી દીધો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે 2,07,229 લોકોએ  Corona ની રસી લીધી છે.

Corona રસીકરણને લઈ ભારતે બનાવ્યો આ રેકોર્ડ
Corona Vaccination
| Edited By: | Updated on: Jan 18, 2021 | 8:24 AM

દેશમાં Corona  સંક્રમણથી બચવા માટે  ભારતે શરૂ કરેલા રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે રેકોર્ડ બનાવી દીધો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે 2,07,229 લોકોએ  Corona ની રસી લીધી છે, જે દુનિયાના બીજા દેશોમાં વેકસીનેશનના પ્રથમ દિવસે લાગેલી રસી કરતાં વધારે છે. આ અમેરિકા અને ફ્રાંસમાં લાગેલી રસી કરતાં પણ વધારે છે.

બીજા દિવસે માત્ર 6 રાજયોમાં રસીકરણ થયું હતું. રવિવારે 17,072 કોરોના વોરિયર્સે રસી મૂકાવી હતી. આમ અત્યાર સુધી કુલ 2,24,301 લોકોએ કોરોનાની રસી લીધી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.મનોહર અગનાનીએ જણાવ્યું હતું કે છ રાજ્યોમાં 553 સેન્ટરો પર વેક્સિન લગાવવામાં આવી હતી. રવિવારે રસીકરણ અભિયાનમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરલ, મણિપુર, અને તમિલનાડુ સામેલ થયા હતા.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રસીકરણ બાદ 447 લોકોને સામાન્ય આડઅસર જોવા મળી છે. જેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને હોસ્પિટલમાંથી 24 કલાકમાં રજા આપી દેવામાં આવી હતી. એક વ્યક્તિને એઇમ્સમાંથી રજા આપી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો: સંસદીય સમિતિએ Facebook અને Twitterને મોકલ્યું સમન્સ, દૂરૂપયોગ રોકવા પર થશે વાતચીત

Published On - 8:21 am, Mon, 18 January 21