દેશમાં કોરોના (Corona Virus)ના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ 2.5 લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,38,018 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે ઓમિક્રોન (Omicron) વેરિએન્ટના કેસ પણ 9 હજારની પાર પહોંચી ગયા છે. રાહતની વાત એ છે કે આઈસીયુમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. નિષ્ણાંતો મુજબ દરેક સંક્રમિત નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ આ વર્તમાન લહેરમાં મોટાભાગના કેસ ‘ઓમિક્રોન’ના છે.
આંકડાઓ અનુસાર સંક્રમણનો દૈનિક દર 19.65 ટકા અને સાપ્તાહિક દર 14.41 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,53,94,882 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે અને કોવિડ 19થી મૃત્યુ દર 1.30 ટકા છે.
#India reports 2,38,018 #COVID19 cases (20,071 less than yesterday), 310 deaths, and 1,57,421 recoveries in the last 24 hours.
Active case: 17,36,628
Daily positivity rate: 14.43%8,891 total Omicron cases detected so far; an increase of 8.31% since yesterday#coronavirus
— tv9gujarati (@tv9gujarati) January 18, 2022
ICMR મુજબ ભારતમાં ગઈકાલે કોરોના વાઈરસના 16,49,143 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, અત્યાર સુધી 70,54,11,425 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
એક દિવસમાં કોવિડ 19ના 2,38,018 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાઈરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3.7 કરોડ થઈ ગઈ છે. સંક્રમણના કુલ કેસમાં કોરોના વાઈરસના ઓમિક્રોનના 8,891 કેસ પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં 29 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટના 8,891 કેસ સામે આવ્યા છે.
દેશમાં કોવિડ 19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 17,36,628 થઈ ગઈ છે. ત્યારે વધુ 310 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધીને 4,86,761 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,53,94,882 લોકોએ કોરોનાને માત આપી છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ 19 રસીના 1,58,04,41,770 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિની પુત્રવધૂ સાડી પહેરીને ટેનિસ રમતી, 42 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો