દેશમાં કોરોના વાઈરસ (Corona Virus) સંક્રમણના 1,68,063 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 277 લોકોના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 8,21,446 થઈ ગઈ છે. જે દેશમાં કુલ સંક્રમિતોના 2.29 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,58,75,790 થઈ ગઈ. જેમાં 3.45 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. સોમવારના મુકાલબે નવા કેસોમાં થોડો ઘટાડો સામે આવ્યો છે. ગઈકાલે 1.79 લાખ કેસ સામે આવ્યા હતા.
COVID-19 | India reports 1,68,063 fresh cases, 69,959 recoveries & 277 deaths in the last 24 hours
Active case tally reaches 8,21,446. Daily positivity rate (10.64%)
Omicron case tally at 4,461 pic.twitter.com/ikKRh2Xh6G
— ANI (@ANI) January 11, 2022
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 69,959 દર્દી સાજા થઈ ગયા છે. દેશમાં રિક્વરી રેટ હાલમાં 96.36 ટકા છે. ત્યારે વધુ 277 દર્દીઓના મોત બાદ કોવિડ 19થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 4,84,213 થઈ ચૂકી છે. આ કુલ કેસના 1.35 ટકા છે. નવા કેસમાં પોઝિટિવિટી રેટ 10.64 ટકા નોંધાયો છે. ICMR મુજબ રવિવારે દેશભરમાં 15.79 લાખ સેમ્પલના ટેસ્ટિંગ થયા. દેશમાં અત્યાર સુધઈ 69.31 કરોડથી વધારે સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.
ત્યારે સોમવારે કોવિડ 19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત 428 દર્દીઓની પુષ્ટી થઈ. દેશમાં આ નવા વેરિએન્ટથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ઓમિક્રોનના અત્યાર સુધી 4,461 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 1,711 લોકો સાજા પણ થયા.
ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા મહારાષ્ટ્રમાં 1,247, રાજસ્થાનમાં 645, દિલ્હીમાં 546, કર્ણાટકમાં 479, કેરળમાં 350, ઉત્તરપ્રદેશમાં 275 અને ગુજરાતમાં 236 છે. અત્યાર સુધી દેશના 28 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ નોંધાઈ ચૂક્યા છે.
દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી વેક્સિનના 152 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ સોમવારે દેશભરમાં 92 લાખથી વધારે ડોઝ લગાવવામાં આવ્યા. દેશમાં અત્યાર સુધી 86.40 કરોડ લોકોને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ અને 63.76 કરોડ લોકોને બંને ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે.
સોમવારે શરૂ થયેલા પ્રિકોશન ડોઝ વેક્સિનેશન હેઠળ 60 વર્ષથી ઉપરના લોકો, હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના ગ્રુપમાં 9.84 લાખ વેક્સિન લગાવવામાં આવી. ત્યારે 15-18 વર્ષના ગ્રુપમાં અત્યાર સુધી 2.62 કરોડ ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે.
કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે આ લહેર દરમિયાન 5થી 10 ટકા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરીયાત થઈ રહી છે પણ સ્થિતિ બદલાઈ પણ શકે છે. ત્યારે રાજ્ય સરકારો ઘરોમાં આઈસોલેશનમાં રહેલા અથવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર નજર રાખે.
આ પણ વાંચો: Covid-19: વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો, આજથી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન જરૂરી
Published On - 11:24 am, Tue, 11 January 22